દ્રૌપદીના ચીરહરણ બાદ `દુર્યોધન` સામે કોર્ટે કાઢ્યું નોન બેલેબલ વોરંટ! ખાવી પડી જેલની હવા અને કોર્ટના ધક્કા!
મહાભારતના એક સીનના કારણે દુર્યોધનને વર્ષો સુધી ખાવા પડ્યા કોર્ટના ધક્કા...જાણવા જેવો છે આ કિસ્સો. ખુદ પુનિત ઈસ્સર પણ એ વાતનો સ્વીકર કરે છે.
નવી દિલ્લીઃ જાણીતા નિર્માતા બી.આર.ચોપરાએ જ્યારે મહાભારતની સિરિયલ બનાવી ત્યારે તેમાં અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે, આ સબજેક્ટ ધાર્મિક હોવાથી કોઈ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રખાયું હતું. પણ તેમ છતાં એક વિવાદ થઈ જ ગયો. જેના કારણે સિરિયલમાં દુર્યોધનનું પાત્ર ભજવી રહેલાં કલાકાર પુનિત ઈસ્સરને જેલભેગા થવાનો વારો આવ્યો. એટલું જ નહીં એમની આખી જિંદગી કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો.
'મહાભારત' પહેલીવાર 1988માં આવી હતી, બીઆર ચોપરા અને રવિ ચોપરાની આ મહાભારત હતી...આ મહાભારાતને લોકો હજુ પણ યાદ કરે છે...મહાભારત શો એ લોકોના દિલમાં જગ્યા બનાવી છે...જેમ જેમ દિવસો થયા તેમ તેમ મહાભારતની લોકપ્રિયતા દિવસને દિવસે વધતી ગઈ...આજે પણ લોકો જૂની મહાભારતને ભૂલી શક્યા નથી. બીઆર ચોપરા અને રવિ ચોપરાના આ શોએ ટીવી પર ધૂમ મચાવી દીધી હતી..મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવનાર પુનીત ઈસ્સાર સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું, કારણ કે તેણે સિરિયલમાં દ્રૌપદીનનું ચીરહરણ કર્યું હતું..
વર્ષ 2020માં પુનીત ઈસાર કપિલ શર્માના શોમાં મહાભારતની આખી ટીમ સાથે આવ્યાં હતાં. જ્યાં તેમણે આ ઘટના વિશે જણાવ્યું. પુનિતે કહ્યું હતું કે ચીર હરનના સીનથી બનારસનો એક વ્યક્તિ એટલો પરેશાન થયો હતો કે તેણે અભિનેતા અને મહાભારતના નિર્માતાઓ સામે કેસ કર્યો હતો અને કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું. જે બાદ પોલીસ અચાનક આવી અને મને પકડીને જેલ ભેગો કર્યો...
મહાભારતનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે દિવસે અચાનક પોલીસ આવી અને કહ્યું---તમારે અમારી સાથે આવવાનું છે...એટલે મેં વિચાર્યું કે મેં શું કર્યું છે, મેં સિગ્નલ તોડ્યું છે? પોલીસે કહ્યું કે કોઈએ તમારી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે અને તમારા નામે વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે બનારસના એક વ્યક્તિએ આવું એટલા માટે કર્યું છે કારણ કે તે દ્રૌપદીના ચીરહરણના શો થી ખૂબ જ દુખી થયો.મેં કહ્યું પકડો તો વેદ વ્યાસને પકડો, એમણે મહાભારત લખી છે. પુનીતે વધુમાં જણાવ્યું કે કેસનો નિકાલ થઈ ગયો હતો, પરંતુ 28 વર્ષ બાદ ફરી મારી વિરુદ્ધ કેસ ખોલવામાં આવ્યો હતો. આ પછી મારે વકીલ રાખવો પડ્યો અને બનારસ જવું પડ્યું, પછી મને ખબર પડી કે તે વ્યક્તિએ મારી સાથે ફોટો પડાવવા માટે જ કેસ ફરીથી ખોલ્યો હતો.