ટીવીના `શ્રીરામ`ની પુત્રી રીયલ જિંદગીમાં છે એકદમ ગ્લેમરસ, પિતાએ ભગવાનનો દરજ્જો મેળવ્યો પણ દીકરીએ...
ટીવી અને ફિલ્મ અભિનેતા અરુણ ગોવિલની પુત્રીનું નામ સોનિકા ગોવિલ છે. સોનિકા ગોવિલ તેના પિતાને ખૂબ જ પ્રિય છે. સોનિકા ગોવિલ ભલે દેશના સૌથી પ્રખ્યાત અભિનેતાની પુત્રી હોય, પરંતુ તે પોતાના અંગત જીવનને કારણે લાઈમલાઈટથી દૂર રાખવામાં માને છે.
Arun Govil Daughter Photos: નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની સૌથી પ્રખ્યાત ટીવી સિરિયલ 'રામાયણ' (Ramayan) 32 વર્ષ પછી પણ આજે લોકમુખે છે. વર્ષો પછી પણ આ શોમાં કામ કરતા કલાકારોને દર્શકો તરફથી એટલો પ્રેમ મળે છે જેટલો બોલિવૂડ સ્ટાર્સને મળતો નથી.
તમને જણાવી દઈએ કે 'રામાયણ'ના તમામ મુખ્ય પાત્રો ભજવનાર લોકોને હકીકતમાં ભગવાનની જેમ માનવા લાગ્યા હતા. આજે અમે તમને રામાયણના 'શ્રી રામ' એટલે કે અરુણ ગોવિલ (Arun Govil) ની પુત્રી સોનિકા ગોવિલનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે ગ્લેમરની દુનિયાથી દૂર રહીને પણ ખૂબ જ ગ્લેમરસ જીવન જીવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube