મુંબઈ : ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સંજય ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. આ ટ્રેલરમાં બંનેની કેમિસ્ટી ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ શાનદાર છે. આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ટ્રેલર જોયા પછી કમાલ આર. ખાને ફિલ્મ વિશે વિવાદીત ટ્વીટ કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમાલ આર. ખાને મિઝાન અને શર્મિનનો પોસ્ટ કરીને બહુ બુરાઈ કરી છે. કમાલે લખ્યું છે કે, 'જો ફિલ્મમેકર માત્ર નેપોટિઝમના આધારે નવી ટેલેન્ટ લોન્ચ કરે એ ગુનાહ છે. પબ્લિક ક્યારેય પોતાની મહેનતની કમાણી ડફર એક્ટર્સને જોવા માટે ખર્ચ નહીં કરે. બોલિવૂડે એ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ કે લોકો ઇડિયટ છે.' જોકે કમાલના આ ટ્વીટ રપ જાવેદ જાફરીએ જડબાતોડ જવાબ આપ્યો છે.


જાવેદ જાફરીએ કહ્યું છે ''આ ફ્રસ્ટેટ થયેલા એક્ટરનો અવાજ છે. હું કેટલાક નેપોટિઝમનો લાભ લેનારા સ્ટાર્સના નામ જણાવું છે જે વર્ષોથી લોકોને મુરખ બનાવી રહ્યા છે...આમિર ખાન, સલમાન ખાન, ફરહાન અખ્તર, અભિષેક બચ્ચન, સંજય દત્ત, સની દેઓલ, સૈફ અલી ખાન, રિશી કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર, કાજોલ અને રવીના ટંડન.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...