નવી દિલ્હી : હાલમાં પ્રિયંકા ચોપરાએ ભારતીય સેનાના પક્ષમાં ટ્વિટ કર્યું તો પાકિસ્તાને તેના વિરૂદ્ધ અભિયાન શરૂ કરી દીધું છે. પાકિસ્તાને યુનિસેફ પાસે ડિમાન્ડ કરીને કહ્યું હતું કે પ્રિયંકાને યુનિસેફના ગુડવિલ એમ્બેસેડરના પદ પરથી હટાવવામાં આવે. જોકે યુનિસેફે હવે પાકિસ્તાનની આ ડિમાન્ડ ફગાવીને કડક ભાષામાં જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્વિટમાં જય હિંદ, ભારતીય સેના એવો ઉલ્લેખ કર્યો હતો. આ ટ્વિટને કારણે પાકિસ્તાન રોષે ભરાયું હતું. પાકિસ્તાનન માનવઅધિકાર મંત્રી પશિરિન મજારીએ યુએનને લખેલા પત્રમાં કહ્યુ હતુ કે, પ્રિયંકા ચોપડા જાહેરમાં ભારતની કાશ્મીર નીતિનુ સમર્થન કરે છે અને સાથે સાથે ભારતની પરમાણુ હુમલાની નીતિને પણ ટેકો આપ્યો છે. જે શાંતિ અને સદભાવનાના સિધ્ધાંતોની વિરુધ્ધમાં છે. તેમની દલીલ હતી કે પ્રિયંકા ચોપરા યુનાઈટેડ નેશન્સની એમ્બેસેડર છે અને તેણે ભારતીય સેનાના સમર્થનમાં ટ્વિટ કરવુ જોઈએ નહી.


પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સની જ સંસ્થા યુનિસેફને પત્ર લખીને પ્રિયંકા ચોપડાને એમ્બેસેડર પદેથી હટાવા માંગ કરી હતી. જોકે તેના જવાબમાં યુએને પ્રિયંકાની તરફેણ કરી છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે યુનાઈટેડ નેશન્સે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યુ છે કે, યુએનની સદભાવના એમ્બેસેડર પ્રિયંકાને કોઈ પણ મુદ્દા પર પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપવાનો અધિકાર છે. તેના અંગત વિચારોને યુનિસેફની સાથે જોડી શકાય નહી. જોકે તે યુનિસેફ તરફથી જ્યારે બોલે ત્યારે તે યુનિસેફના તટસ્થતાના નિયમોનુ પાલન કરે તેવી અમારી અપેક્ષા હોય છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...