નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં જ વેબ સીરીઝ 'આશ્રમ'  (Aashram)  રિલીઝ થઇ હતી. જલદી જ તેની બીજી સિઝન પણ આવવાની છે, જેનું ટીઝર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. બોબી દેઓલ (Bobby Deol) નું પાત્ર આ સીરીઝમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીરીઝનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે. તેમાં બોબી દેઓલ કાશીપુરવાળા બાબા નિરાલાનું પાત્ર ભજવી રહ્યા છે. 'આશ્રમ'ના પહેલાં પાર્ટમાં આસ્થાના નામે માસૂમ લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો ખેલ જોવા મળ્યો હતો. આ સાથે જ આ વેબ સીરીઝમાં આસ્થા, રાજકારણ અને ક્રાઇમ ત્રણેયનું મિશ્રણ જોવા મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 મિનિટ 20 સેકન્ડના આ દમદાર ટ્રેલરમાં કાશીપુરવાળા નિરાલા બાબાના પાત્રમાં બોબી દેઓલ પહેલાં વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે. મેકર્સે આશ્રમની બીજી સીઝનનએ 'ડાર્ક સાઇડ' નામ આપ્યું છે. આ સીઝનમાં બતાવવામાં આવશે કે બાબા નિરાલા કેવી રીતે પોતાના રાજ્યના બેતાજ બાદશાહ બની જાય છે. તે દરેક નિયમને પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. આ સીઝન બાબાના ભયાનક અને કાળા સ્વરૂપને બતાવશે, જે લોકો સાથે વિશ્વાસઘાત કરે છે. 


પહેલી સીઝન કરતાં રસપ્રદ હશે આ સીઝન
પહેલી સીઝનમાં બતાવવામાં આવેલા બાબાના રૂપને વધુ નિખાર સાથે બતાવવામાં આવ્યો છે. કેવી રીતે બાબા પોતાની રાજકીય તાકાતોને વધારશે આ સીઝનમાં બતાવવામાં આવશે. આ સીઝન ખૂબ વધુ રસપ્રદ રહેશે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube