અમદાવાદઃ ગુજરાતી લોકો વ્યાપારમાં આગળ હોય છે. પરંતુ સેના કે ઈન્ડિયન આર્મીમાં જતા નથી, આવી વાત સામાન્ય રીતે લોકો કરતા હોય છે. ત્યારે ગુજરાતી લોકોમાં રહેલા દેશ પ્રેમને લઈને એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે. આઈ એમ અ ગુજ્જુ આગામી 16 નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મનોજ જોશી, સન્ની પંચોલી શ્રેયા તિવારી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ એક્શન અને ડ્રામાંથી ભરપૂર છે. આવી ફિલ્મ પ્રથમ વખત ગુજરાતીમાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મની વાર્તા
એક ધનાઢય ગુજરાતી બિઝનેસમેનનો એક માત્ર દીકરો જય શાહ (સન્ની પંચોલી) ઇન્ડિયન આર્મીમાં ભરતી થવા ઈચ્છે છે. પરંતુ તેના પિતા રમેશ શાહ (મનોજ જોશી) તેની આ ઈચ્છાની વિરુદ્ધ છે અને તે ઈચ્છે છે કે જય તેઓના બિઝનેસમાં પ્રગતિ કરે. પોતાના સપનાને પૂરું કરવા માટે જયે પૂર્વ આર્મી કર્નલ સિદ્ધરાજ ઝાલા (રોહિત રોય)ની મદદ લેવી પડે એમ હોય છે, આ એ જ વ્યક્તિ હોય છે જેના કારણે જયને કોલેજમાંથી કાઢી મુકવામાં આવે છે. તેમજ તેના જીવનના એકમાત્ર સાચા પ્રેમીને ગુમાવવી પડે છે. સિદ્ધરાજ ઝાલા એક સમયે ઇન્ડિયન આર્મીમાં કારગિલ યુદ્ધ દરમિયાન બેસ્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ આગળ જતા કોર્ટ દ્વારા તેને દોષિત જાહેર કરવામાં આવે છે. વર્ષ 2013ના સીરીયલ બૉમ્બ બ્લાસ્ટ પછી અમદાવાદમાં બધુ જ બદલાઈ જાય છે. અચાનક જય એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જ્યાં તેની પાસે રાજ્યના ચાર મોટા VVIPને આતંકી હુમલાથી બચાવવા માટે માત્ર 90 મિનિટ હોય છે અને શું થશે જયારે જયને ખબર પડે છે કે ચાર VVIPમાંથી એક તેની માતા જ છે? 


જુઓ ફિલ્મનું ટ્રેલર



જય અને સિદ્ધરાજ ઝાલા આ મિશન માટે એકસાથ કામ કરે છે અને મિશનના અંતે જયને આતંકી હુમલા વિરુદ્ધ તટસ્થ સાહસ દેખાડવા બદલ I.M.A. (Indian Military Academy) દ્વારા પ્રતિષ્ઠિત સમ્માન મળે છે તેમજ સિદ્ધરાજ ઝાલાને તેની પોસ્ટ ફરી મળે છે. એટલું જ નહિ તેને પરમ વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવે છે.