Urfi Javed Video: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ રોજ પોતાના ચિત્ર વિચિત્ર કપડાંથી યૂઝર્સનું ધ્યાન આકર્ષિત કરે છે. હોળી-ધૂળેટીના અવસરે પણ તેનો એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને લોકો માથું ખંજવાળવા લાગ્યા છે. ઉર્ફીનો ડ્રેસ જોઈને ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. કેટલાકે તો એવું પણ કહ્યું કે પોસ્ટ પર  ડિસ્લાઈક બટન પણ હોવું જોઈએ. પોતાના લેટેસ્ટ વીડિયોમાં ઉર્ફી જાવેદે ફેન્સ અને ચાહનારાઓને હોળી પર શુભેચ્છા પાઠવી છે. આ સિવાય બોલીવુડની અન્ય હસ્તીઓએ પણ બધાને હોળી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન સેલિબ્રિટી ઉર્ફી જાવેદે વિચિત્ર ડ્રેસ પહેરીને હોળી પર વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ એક વ્હાઈટ ડ્રેસમાં નજરે ચડે છે. જે ઉપરથી લઈને નીચે સુધી અલગ અલગ હિસ્સામાં કપાયેલો છે. એક બાજુ જ્યાં દેશભરમાં રંગોનો તહેવાર હોળી ધૂળેટી ઉજવાઈ રહ્યો છે ત્યાં ઉર્ફીના વીડિયોએ સોશિયલ મીડિયા પર એક અલગ જ બબાલ મચાવી છે. ઉર્ફી બ્રાલેટ વ્હાઈટ કપડાંમાં નજરે ચડી રહી છે. આ સાથેજ બિગ બોસ ઓટીટી સ્ટારના સ્કર્ટે પણ બધાનું ધ્યાન ખેંચ્યું. 


44 વર્ષે અભિનેત્રીનું જબરદસ્ત બોલ્ડ ફોટોશૂટ, માત્ર અખબાર લપેટીને પડાવ્યો ફોટો


Guess Who: ખુલ્લા વાળ, ચહેરો થયો લાલ... Holi પર આવો થઈ ગયો આ હસીનાનો હાલ


Shiv Thakareનું ચાલી રહ્યું છે 'છોટી સરદારની' સાથે અફેર! Nimrit Kaurએ આપ્યો જવાબ


અજીબોગરીબ  વ્હાઈટ ડ્રેસ સાથે તેણે રેડ કલરના શૂઝ પહેર્યા છે. હોળીની શુભેચ્છા પાઠવતા ઉર્ફીએ પોતાના હાથથી ગુલાલ પણ ઉડાડ્યો. તેણે કેપ્શનમાં લખ્યું કે હેપ્પી હોલી દોસ્તો. તેના વીડિયો પર હવે યૂઝર્સના રિએક્શન પણ આવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે બેન્ડેજ કરાવી લીધી કદાચ આખા બોડી પર. અન્ય એક યૂઝરે લખ્યું કે હે ભગવાન. એક યૂઝરે લખ્યું છે કે ડિસલાઈક બટન ક્યાં છે. એક વ્યક્તિએ ઉર્ફીને પૂછ્યું કે ચાલીશ કેવી રીતે? 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Uorfi (@urf7i)


અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઉર્ફીના કપડાંની પસંદની મજાક ઉડી રહી હોય. તેની સાથે અનેકવાર આવું થતું જોવા મળ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube