નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં હંમેશાં ચર્ચામાં રહેનાર ઉર્ફી જાવેદ  (Urfi Javed) અવારનવાર પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લે છે. ફરી એકવાર અભિનેત્રીએ પોતાના સેક્સી ફોટોઝથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. ઉર્ફીની આ કિલર સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.


ચાહકોને આમંત્રણ આપ્યું
ઉર્ફી જાવેદે (Urfi Javed) પોતાના સોશિયલ મીડિયા પર હાલમાં કરાવેલ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આમાં તે હાથમાં ડ્રિંક સાથે નજરે પડી રહી છે. તસવીરો શેર કરતાં ઉર્ફી જાવેદે લખ્યું, 'આવો અને મારી સાથે ડ્રિંક લો. અમને તમારા મનપસંદ પીણા વિશે કહો. મારે જાણવું છે કે શું મારું મનપસંદ પીણું તમારું પણ છે.' આ સાથે તેણે ફોટોમાં ઘણા લોકોને ક્રેડિટ આપી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube