નવી દિલ્હી: અભિનેત્રી ઉર્ફી જાવેદ હાલ પોતાની હોટ અદાઓના કારણે મશહૂર બનેલી છે. તેના કપડા બોલ્ડનેસની તમામ હદો પાર કરે તેવા હોય છે. આમ તો ઉર્ફી પોતાની જાતને કોઈ સ્ટાઈલ આઈકનથી જરાય ઉતરતી નથી સમજતી પરંતુ તેની આ જ સ્ટાઈલ ક્યારેક તો લોકોને સમજમાં નથી આવતી. અભિનેત્રીએ એકવાર ફરીથી એવો ડ્રેસ પહેર્યો છે જે લોકોની સમજ બહાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રેસની ચેન ખોલી
ઉર્ફી જાવેદે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે લીલા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. પરંતુ આ ડ્રેસ કોઈ સામાન્ય ડ્રેસ નથી. ઉર્ફી જાવેદના આ ડ્રેસમાં એક ચેન છે જેને અભિનેત્રીએ વચ્ચેથી ધડામ દઈને ખોલી નાખી છે. જેમાંથી તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફેશન ડિઝાઈનર તરીકે પોતાની કરિયર શરૂ કરનારી ઉર્ફી જાવેદનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


લોકોએ જો કે ઉર્ફીની આ સ્ટાઈલ પર ખુબ નિશાન સાધ્યું છે. કેટલાક ડ્રેસ પર રિએક્ટ કર્યું છે. એક યૂઝરે  કમેન્ટમાં લખ્યું કે 'આ ચેન બંધ કરવા માટે છે.' અન્ય એક યૂઝરે લખ્યું કે 'કઈક તો શરમ કરો બધુ દેખાય છે.'


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Urfi (@urf7i)


ટ્રોલ થયા કરે છે ઉર્ફી
આવું પહેલીવાર નથી બન્યું કે ઉર્ફીએ આવા કપડાં પહેર્યા હોય.  અત્રે જણાવવાનું કે ઉર્ફી છાશવારે અજીબોગરીબ કપડાં પહેરીને વીડિયો બનાવે છે. આવા કપડાંના કારણે તેણે ટ્રોલ પણ થવું પડે છે. પરંતુ અભિનેત્રીને આ ટ્રોલિંગથી કોઈ ફરક પડતો નથી. જો કે કેટલાક ફેન્સને તેનો આ અંદાજ ગમે પણ છે. ઉર્ફીએ તેની અભિનયની કરિયરની શરૂઆત ટીવી શો ટેડી મેડી ફેમિલીથી કરી હતી. આ શોમાં તેણે કેમિયો ભૂમિકા ભજવી હતી. 


ઉર્ફીએ હાલમાં જ પોતાના બોલ્ડ અંદાજને લઈને નિવેદન આપ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં તેણે કહ્યું હતું કે લોકો તેના વિશે વાત કરવાની જગ્યાએ આઉટફિટ્સ અંગે જ વાત કરે છે. આ સાથે જ તેણે એમ પણ કહ્યું કે જો તેને પબ્લિસિટી જ જોઈતી હોત તો તે કપડાં વગર જાત. તેણે કહ્યું કે મારા કપડાં કરતા પણ હું કઈંક વધારે છું. લોકો મારા વિશે વાત કેમ નથી કરતા. તેણે વધુમાં કહ્યું હતું કે બિકીની હોય કે સલવાર સૂટ, હંમેશા ભદ્દી કમેન્ટ્સ આવે છે. રૂઢિવાદી પરિવારથી હોવા છતાં કપડાં પ્રત્યે તેની પસંદગી ક્યારેય કોઈ મુદ્દો ન હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube