Urfi Javed Detained In Dubai: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસના કારણે સોશયિલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ ઉર્ફી જાવેદનો એક નવો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ચિત્તા પ્રિન્ટેડ બોલ્ડ ડ્રેસ  પહેરેલી જોવા મળી હતી. તેના આ ડ્રેસના ફેન્સે તો ખુબ વખાણ કર્યા હતા જ્યારે કેટલાક લોકોએ ઉર્ફીને ટ્રોલ પણ કરી હતી. પરંતુ આ બધા વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેને જાણ્યા બાદ તેના ફેન્સ નિરાશ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉર્ફી જાવેદની દુબઈમાં અટકાયત થઈ છે. જાણો શું છે મામલો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુબઈ પોલીસની કાર્યવાહી
ઉર્ફી જાવેદનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે બોલ્ડ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. અત્રે જણાવવાનું કે ઉર્ફી જાવેદનો આ વીડિયો દુબઈમાં શૂટ કરાયો હતો. ત્યારબાદ જ વિવાદ થયો છે. મીડિયા રિપોર્ટસ મુજબ ઉર્ફી જાવેદની અટકાયત થઈ છે. રિપોર્ટ્સમાં જણાવાયું છે કે આ વખતે વિવાદ તેના ડ્રેસને લઈને નહીં પરંતુ જગ્યાને લઈને થયો છે. જ્યાં આ વીડિયો શૂટ કરાયો છે તેને લઈને વિવાદ થયો છે. કહેવાય છે કે આ વીડિયો એક ખુલ્લી જગ્યા પર શૂટ કરાયો જેના કારણે વિવાદ થયો છે. દુબઈમાં ઓપન એરિયામાં આ પ્રકારના કપડાં પહેરીને વીડિયો શૂટ કરવાની 'મંજૂરી' હોતી નથી. ઉર્ફીની ભારત પાછા ફરવાની ટિકિટ પણ કેન્સલ થઈ. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની અટકાયત અંગે હજુ સુધી કોઈ અધિકૃત રીતે પુષ્ટિ કરાઈ નથી. 



આ શોમાં જોવા મળી રહી છે ઉર્ફી
ઉર્ફી જાવેદ હાલ એમટીવી સ્પ્લિટવિલા 14માં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ આ શોમાં ખુબ ધમાલ પણ મચાવી રહી છે. આ શોને અર્જૂન બિજલાણી અને સની લિયોન હોસ્ટ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદ વિરુદ્ધ થયેલી કાર્યવાહીને લઈને તમારો શું મત છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube