Urfi Javed Almost Falls at Airport: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ, જે 'બિગ બોસ ઓટીટી'માં પણ જોવા મળી છે. તે રીલ કરતાં વધુ રિયલ લાઈફ માટે વધુ જાણીતી છે. ઉર્ફીની અસામાન્ય ફેશન સેન્સ અને વિચિત્ર કપડાં તેને એક અલગ ઓળખ આપે છે. તાજેતરમાં જ ઉર્ફી જાવેદ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીએ એટલાં બધા કપડા પહેર્યા છે કે તે સંભાળી શકતી નથી! ઉર્ફી એરપોર્ટની બહાર ચાલતી વખતે પડતાં પડતાં રહી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


એરપોર્ટ પર ચાલતી વખતે ઉર્ફી જાવેદ....
ઉર્ફી જાવેદનો જે વીડિયો અમે વાત કરી રહ્યા છીએ તે મુંબઈ એરપોર્ટનો છે. જણાવી દઈએ કે અભિનેત્રી દિલ્હીમાં એક ફેશન શોમાં રેમ્પ વોક કરીને મુંબઈ પરત ફરી હતી. ગેટની બહાર નીકળતાની સાથે જ પાપારાઝીએ તેના ફોટા અને વીડિયો લેવાનું શરૂ કર્યું જ્યારે ચાલતી વખતે અચાનક ઉર્ફીએ બેલેન્સ ગુમાવ્યું હતું. તે માંડ માંડ પોતાનું બેલન્સ જાળવી શકી હતી.


એટલા બધા કપડાં પહેર્યા કે સંભાળવું મુશ્કેલ હતું!
જો તમે વિચારી રહ્યા હોવ કે ઉર્ફી શા માટે લપસી પડી, તો અમે તમને જણાવી દઈએ કે ઉર્ફીએ આ વખતે બધાને ચોંકાવી દીધા છે. અભિનેત્રી એરપોર્ટની બહાર બિકીની કે ફાટેલા ડ્રેસમાં નહીં, પરંતુ સુંદર સલવાર સૂટમાં આવી હતી. ઉર્ફી આ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ કદાચ તે આટલા બધા કપડા પહેરવાની આદત નથી. ઉર્ફીનો પગ તેના દુપટ્ટામાં ફસાઈ ગયો, જેના કારણે તે પડી જવાથી બચી ગઈ. ઉર્ફીએ આ સૂટ લૂકમાં પણ બોલ્ડનેસનો ઉમેરો કર્યો છે. જણાવી દઈએ કે અભિનેત્રીના સૂટનો કુર્તો બેકલેસ હતો, તેની પાછળ ત્રણ જગ્યાએ દોરીઓ હતી.


GPay, Paytm કે PhonePe સહિતની UPI Apps થી તમે એક દિવસમાં રૂપિયા કરી શકો છો ખર્ચ?


તમારી કંપની નાદાર થઈ જાય અથવા ડૂબી જાય તો પણ તમને ગ્રેચ્યુટી મળશે? ખાસ જાણો આ નિયમ


Bank Account News: એકથી વધુ બેંકમાં ખાતું ખોલાવશો તો થશે મોટું નુકસાન