Urfi Javed Removes Saree: ઉર્ફી જાવેદ તેની બોલ્ડ અને અદમ્ય ફેશન સેન્સ માટે જાણીતી છે. હવે ફરી એકવાર ઉર્ફી જાવેદે પાર્ટીમાં કંઈક એવું કર્યું છે જે દરેક જગ્યાએ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં ઉર્ફી જાવેદે મોડી રાત્રે ઈવેન્ટમાં સાડી ઉતારીને ડાન્સ અને મસ્તી કરવા લાગી. ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ દરમિયાન તેની એક ઈન્સ્ટા સ્ટોરી વાયરલ થઈ રહી છે, જેમાં એક્ટ્રેસે તેની સાડી ઉતારીને પોતાના પેટીકોટને સ્કર્ટ બનાવી લીધો છે અને પછી એક મિત્ર સાથે એન્જોય કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોટીકોટથી બનાવ્યું સ્કર્ટ
હાલમાં જ ઉર્ફી જાવેદ બ્લેક ટ્રાન્સપરન્ટ સાડીમાં ઈવેન્ટમાં પહોંચી અને બધા લોકોને દિવાના બનાવી દીધા. આ ઇવેન્ટ બાદ ઉર્ફી પોતાની એક મિત્રના જન્મદિવસની પાર્ટીમાં ગઈ અને તેણે પોતાની સાડી ઉતારીને, પેટીકોટને સ્કર્ટ બનાવ્યો અને પછી ખૂબ આનંદ કર્યો. ઉર્ફીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં આનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં તે મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.