નવી દિલ્હીઃ અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને ફોટો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે ઉર્ફીએ એક પોસ્ટ શેર કરી પોતાની આપવીતી વર્ણવી છે. ઉર્ફીએ એક લાંબી પોસ્ટ લખી અને કહ્યું કે એક વ્યક્તિ તેને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે. તે તેની તસવીરો સાથે છેડછાડ કરી બ્લેકમેલ કરી રહ્યો હતો. ઉર્ફીનો દાવો છે કે તે વ્યક્તિએ તેને વીડિયો સેક્સ માટે કહ્યું. તેણે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરાવી છે પરંતુ બે સપ્તાહ બાદ કોઈ કાર્યવાહી થઈ નથી. ઉર્ફીએ જણાવ્યું કે વ્યક્તિ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. આ સાથે ઉર્ફીએ ચેટના સ્ક્રીનશોટ અને વ્યક્તિનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. 


ફોટો સાથે છેડછાડનો દાવો
ઉર્ફી જાવેદે લખ્યું, 'તો આ વ્યક્તિ મને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે. 2 વર્ષ પહેલા કોઈએ મારા ફોટો સાથે છેડછાડ કરી તેને શેર કરવાનું શરૂ કરી દીધું. મેં તે વિશે બે વર્ષ પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને હું ખરાબ સમયમાંથી પસાર થઈ હતી. મેં 2 વર્ષ પહેલા એક પોસ્ટ કરી હતી જે હજુ પણ મારા પ્રોફાઇલ પર છે. આ વ્યક્તિ તે તસવીરના બદલે મને વીડિયો સેક્સ કરવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે બાકી આ તસવીર ઘણા બોલીવુડ પેજને આપીશ અને તારૂ કરિયર બરબાદ કરી નાખીશ. હાં, તે મને સાઇબર રેપ કરવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube