નવી દિલ્હીઃ ઉર્ફી જાવેદ પોતાની અલગ પ્રકારની ફેશન સેન્સ માટે જાણીતી છે. તેના કપડાથી તેની એક અલગ ઓળખ બની ગઈ છે. હાલમાં ઉર્ફીએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી. ઉર્ફીએ પોતાના બાળ અને આઇબ્રોને બ્લીચ કરી રાખ્યા હતા. તેના વાળને ગુલાબી રંગ અને આઇબ્રોને બ્રાઉન રંગ આપવામાં આવ્યો હતો. હવે ઉર્ફીએ આ ફોટોશૂટના બિહાયન્ડ ધ સીન વીડિયો શેર કર્યાં છે. 


ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં વીડિયો
ઉર્ફીએ મેગેઝિન માટે ઘણા અલગ-અલગ લુક અપનાવ્યા. તેણે કુલ સાત વીડિયો પોસ્ટ કર્યાં છે. ચોથી સ્લાઇડમાં તે ગ્રે કલરની સાડીમાં છે. ઉર્ફી બ્રાલેસ લુકમાં છે અને સાડીથી ફ્રંટ કવર કર્યું છે. સાડીનો છેડો ડોકથી ગુમાવી આગળની તરફ કર્યો છે. જ્યારે તે ફોટોશૂટ કરાવે છે તો હવાથી સાડીનો છેડો ઉડવા લાગે છે, જેનાથી તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ. તેણે બ્લેક ટેપની સાથે બ્રેસ્ટને કવર કર્યાં છે. જ્યારે સાડીનો છેડો ઉડે છે તો ત્યાં પાસે રહેલી એક મહિલા આવે છે અને તેને ઠીક કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube