Bold Actresses: મનોરંજનની દુનિયા જેટલી ચમકતી છે એટલી જ ડાર્ક અને ધૃણાસ્પદ પણ છે. આ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા કિસ્સા છે જેના વિશે વધારે વાત કરવામાં આવતી નથી પરંતુ તે એટલા વાહિયાત છે અને તેમાં કદાચ સૌથી પહેલા કાસ્ટિંગ કાઉચનું નામ લેવામાં આવે છે. તે સેલિબ્રિટી પોતાને લકી સમજે છે જે કાસ્ટિંગ કાઉન્ચનો શિકાર નથી બન્યા. તમનેજ જણાવી દઈએ કે, બોલ્ડ ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પણ પોતાના કરીયરની શરૂઆતમાં તેનો શિકાર થઈ ચૂકી છે અને આ વિશેમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. આવો આ વિશે ડિટેઇલમાં જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે ઉર્ફીએ સંભળાવ્યો હતો Casting Couch નો ઘૃણાસ્પદ કિસ્સો!
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો છે કે એક મોડલ તરીકે જ્યારે તેણે કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેણે જણાવ્યું કે, તે પણ આ પ્રકારની પરિસ્થિતિમાં આવી ગઈ હતી અને ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામ તેનો હિસ્સો હતો.


આ પણ વાંચો:- 'નવા ભારતમાં મહિલા શક્તિનો પરચમ', જન્મદિવસ પર PM મોદીએ કેમ કહી આ વાત


કહ્યું હતું- આ ઇન્ડસ્ટ્રીના મર્દ
ઇન્ટરવ્યૂમાં પોતાનો એક્સપીરીએન્સ જણાવતા ઉર્ફીએ કહ્યું હતું કે, તેની સાથે પણ જબરદસ્તી કરવામાં આવી રહી હતી અને આ કાસ્ટિંગ કાઉચના કિસ્સામાં ઘણા મોટા નામ સામેલ હતા. તેણે કહ્યું કે, આ ઇન્ડસ્ટ્રીના મર્દ ઘણા શક્તિશાળી છે અને એવામાં તેઓ ન્યૂકર્મસ એક્ટ્રેસનો ફાયદો ઉઠાવે છે. ઉર્ફીએ કહ્યું કે, તે પોતાને ખુબ જ લકી સમજે છે કે તે આ પ્રકારની પરિસ્થિતિમાંથી બચી ગઈ હતી. ઉર્ફીએ કોઈનું પણ નામ લેવાથી ઇનકાર કર્યો હતો. ઉર્ફી તેના કામની સાથે સાથે તેના અતરંગી ફેશન સેન્સ અને બોલ્ડ સ્ટાઈલ માટે પણ ઓળખાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube