નવી દિલ્હી: અભિનેત્રી, મોડલ અને ડાન્સર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના ડાન્સનો જાદૂ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પોતાના જ ગીત પર સ્ટેજ પરર્ફોમન્સ આપશી ઉર્વશીનો એક વીડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે આ વારંવાર જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશીનો કંઇક એવો જાદૂ જોવા મળી રહ્યો છે કે ઓડિયન્સ પણ ઝૂમતી જોવા મળી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'83'નું શૂટિંગ પુરૂ થતાં આ અભિનેતાની આંખો ભરાઇ ગઇ! જાણો કારણ


ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના આ વીડિયોને ઇસ્ટાગ્રામ પર 5 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. શિમરી બ્લેક અને ગ્રે કલરના ડ્રેસમાં ઉર્વશીનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે. તો બીજી તરફ તેમની દરેક અદા પર લોકો ખૂબ એનર્જેટિક રીતે રિએક્ટ કરી રહ્યા છે. જુઓ આ વીડિયો...


65ની ઉંમરમાં પણ યુવા અભિનેત્રી લાગે છે રેખા, જાણો શું છે ડાયટ પ્લાન 


તમને જણાવી દઇએ કે 'મિસ દિવા 2015'નો ખિતાબ જીતી ચૂકેલી ઉર્વશીએ 'મિસ યૂનીવર્સ 2015' પેજેંટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે 2013માં 'સિંહ સાહબ ધ ગ્રેટ'થી બોલીવુડમાં પોતાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 'સનમ રે', 'કાબિલ', અને 'હેટ સ્ટોરી 4'માં કામ કર્યું છે. 'બિજલી કી તાર' ગીત ટોની કક્કડે લખ્યું અને ગાયું છે. આ વીડિયોનું નિર્દેશ શૈબીએ કર્યું હતું.