મુંબઈ: બોલીવુડની દુનિયામાં પોતાના હોટ અવતારથી બધાને મદહોશ કરનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા છાશવારે સોશિયલ મીડિયામાં તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. અત્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ ઈન્સ્પેક્ટર અવિનાશના શુટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ ઉર્વશી (Urvashi Rautela)  એરપોર્ટ પર જોવા મળી. જ્યાં તેના હાથમાં એક બ્લેક વોટરની બોટલ દેખાઈ. રિપોર્ટ્સ મુજબ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) પણ આ જ પાણી પીવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ જ પાણી જેને Fulvic Trace થી ઈન્ફ્યૂઝ કરવામાં આવે છે. એટલે કે આ પાણી શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. બ્લેક વોટરમાં પીએચ વેલ્યુ ખુબ વધારે હોય છે. 


જ્યારથી કોવિડ-19 મહામારી આપણા દેશમાં ફેલાઈ છે ત્યારથી અનેક સેલેબ્સે આ પાણી પીવાનું શરૂ કર્યું છે. શું તમે જાણો છો આ પાણીની કિંમત કેટલી છે? આ પાણીની કિંમત લગભગ 3થી 4 હજાર રૂપિયા પ્રતિ લીટર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube