નવી દિલ્હીઃ Deepika Padukone Birhtday : કહેવાય છે કે બે મોટી અભિનેત્રીઓ ક્યારેય સારી મિત્ર બની શકતી નથી. પરંતુ ઉર્વશી રૌતેલાની તાજેતરની પોસ્ટ આ કહેવતને સંપૂર્ણપણે ખોટી ઠેરવે છે. આજે દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર ઉર્વશી રૌતેલાએ  (Urvashi Rautela)તેના ઈન્સ્ટાગ્રામ પર દીપિકાને શુભેચ્છા પાઠવતા આ સુંદર પોસ્ટ શેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર સેલિબ્રિટીઓની સાથે ચાહકો પણ અલગ અલગ રીતે તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર, શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને અજય દેવગન સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ઘણા લોકો પણ અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ લિસ્ટમાં હવે ઉર્વશી રૌતેલાએ પણ દીપિકાને શુભેચ્છા પાઠવવાની અનોખી રીત શોધી કાઢી છે.


ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણ અને પોતાનો એક સુંદર ફોટો શેર કર્યો અને તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ફોટામાં બંને અભિનેત્રીઓનું બોન્ડિંગ શાનદાર લાગી રહ્યું છે. દીપિકાના ફેન્સ તસવીરમાં તેની ખુશી જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે ઉર્વશીના ફેન્સને પણ તેની આ અનોખી રીત પસંદ આવી રહી છે. આ ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉર્વશીને દીપિકા પ્રત્યે ઘણો પ્રેમ છે. ઉર્વશી ફ્લાઈટમાં દીપિકાને કિસ કરતી જોવા મળે છે.


Kareena ના આ લિપલોક સીનથી બગડ્યો હતો Saif Ali, આખરે ફિલ્મમાંથી કપાઈ ગયો હતો આ સીન


શાહરૂખ સહિતના આ સ્ટાર્સે પણ શુભેચ્છા પાઠવી હતી
શાહરૂખે પણ દીપિકાને તેના ઇન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવી, લખ્યું, 'મારા પ્રિય દીપિકા પાદુકોણને - તમે દરેક લુક સાથે સ્ક્રીન પર મોટા થયા છો અને આગળ વધ્યા છો! મને તમારા પર ગર્વ છે અને હું હંમેશા પ્રાર્થના કરું છું કે તમે નવી ઊંચાઈઓને સ્પર્શ કરો... જન્મદિવસની શુભેચ્છાઓ... ઘણો પ્રેમ...’. શાહરૂખ ઉપરાંત જ્હોન અબ્રાહમ, અજય દેવગન અને કેટરીના કૈફે પણ દીપિકાને તેના સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ સ્ટાર્સની સાથે દીપિકાના ફેન્સ પણ તેને તેના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


આ પણ વાંચોઃ પ્રેમના રંગે રંગાઈ દિલબર ગર્લ નોરા ફતેહી, આ સુપરસ્ટારના પુત્રને કરી રહી છે ડેટ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube