હાર્દિક પંડ્યાની સગાઈ પર આ હોટ અભિનેત્રીએ આપ્યું એવું રિએક્શન..આવી ગઈ ચર્ચામાં

ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ 2020ના પહેલા દિવસે જ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી. આ જાણકારી હાર્દિક પંડ્યાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી. ત્યારબાદથી હાર્દિક અને નતાશાને શુભેચ્છા પાઠવનારાઓનો સેલાબ આવી ગયો છે. આ લિસ્ટમાં તેની ખાસ મિત્ર કહેવાતી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ પણ પ્રતિક્રિયા આપી છે.
નવી દિલ્હી: ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ 2020ના પહેલા દિવસે જ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી. આ જાણકારી હાર્દિક પંડ્યાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી. ત્યારબાદથી હાર્દિક અને નતાશાને શુભેચ્છા પાઠવનારાઓનો સેલાબ આવી ગયો છે. આ લિસ્ટમાં તેની ખાસ મિત્ર કહેવાતી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ પણ પ્રતિક્રિયા આપી છે.
ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી. જેમાં તેણે બંનેનો એક ફોટો શેર કરીને લખ્યું કે સગાઈ પર ખુબ ખુબ શુભેચ્છાઓ. તમારા બંનેનો સંબંધ પ્રેમ અને ખુશીઓથી ભરેલો રહે. આ અવસરે હું તમારી ખુબસુરત અને સારી જિંદગીની કામના કરું છું. જો કોઈ પણ ચીજની જરૂર હશે તો હું હંમેશા હાજર રહીશ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube