નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 ચર્ચામાં છે. વર્ષ 2020 જતા જતા આ ફિલ્મ દર્શકો વચ્ચે ધૂમ મચાવવા તૈયાર છે. ફિલ્મના એક બાદ એક ગીત રિલીઝ થઈ રહ્યાં છે જેને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. હવે ફિલ્મનું એક નવું ગીત મમ્મી કસમ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગીતમાં વરૂણ-સારાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલી નંબર 1 હાલમાં રિલીઝ થયેલા ગીત 'હુસ્ન હૈ સુહાના' અને 'ભાભી' જ્યાં સતત ચાર્ટમાં ટોપ પર છે, તો ધમાલ મચાવવા માટે હવે મસ્સી કસમ ગીત પણ રિલીધ કરી દેવામાં આવ્યું છે. ગીતને તૈયાર કર્યું છે તનિષ્ક બાગચીએ અને તેમાં મેલોડીની સાથે ઉદિત નારાયણ, મોનાલી ઠાકુર અને રેપર ઇક્કા સિંહના શાનદાર અવાજોનો નમૂનો જોવા મળ્યો છે. ગીતના બોલ શબ્બીર અહમદે લખ્યા છે. પ્રથમવાર બંન્નેની કેમેસ્ટ્રી રંગ જમાવતી જોવા મળશે. 


જુઓ ગીત



નિર્માતા જૈકી ભગનાનીએ કહ્યુ કે, મમ્મી કસમ ફિલ્મના ઓરિજનલ્સ ટ્રેક્સમાંથી એક છે, જેને બધી ઉંમરના સંગીત પ્રેમિઓને આકર્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. સાથે આ કુલી નંબર 1ના તમામ અહેસાસ અને જિંદાદિલીની સાથે સુંદર રીતે ભળે છે. આ અલગ પ્રકારનું ગીત છે. ફિલ્મના મૂળમાં જે રોમેન્ટિક અને કોમિક વાત છે, તેને ગીત દમદાર રીતે રજૂ કરે છે.તનિષ્ક બાગચીનું મ્યૂઝિક નાચવા માટે મજબૂર કરે છે અને વરૂણ તથા સારાની કેમેસ્ટ્રી પણ ઉભરીને સામે આવે છે. 


આ પણ વાંચોઃ Hrithik-Kangana નો કેસ ગયો ક્રાઈમ બ્રાન્ચ પાસે, અભિનેત્રી બોલી- હવે ક્યાં સુધી રડ્યા કરીશ?


ક્રિસમસના દિવસે રિલીઝ થશે ફિલ્મ
મહત્વનું છે કે ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ કુલી નંબર-1 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે રિલીઝ થવાની છે. થિએટર ખુલ્યા છતાં કોરોના વાયરસના પ્રકોપને જોતા ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. તે જોવા જેવું હશે કે પોતાના જમાનાના સુપરસ્ટાર રહેલા ગોવિંદાની આ ફિલ્મના સીક્વલમાં વરૂણ ધવન લોકોની આશા પૂરી કરી શકે છે કે નહીં. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તેમાં પરેશ રાવલ, જોની લીવર અને રાજપાલ યાદવ પણ રસપ્રદ રોલમાં જોવા મળશે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube