60 વર્ષની ઉંમરમાં આવા દેખાશે તમારા ફેવરિટ સિતારા! જુઓ PHOTOS
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર અલગ-અલદ પ્રકારની ચેલેન્જનું પૂર આવી ગયું છે અને આ બધા ચેલેન્જને પૂરી કરવામાં બોલીવુડ સિતારાઓ પણ પાછળ રહેતા નથી.
નવી દિલ્હીઃ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર અલગ-અલદ પ્રકારની ચેલેન્જનું પૂર આવી ગયું છે અને આ બધા ચેલેન્જને પૂરી કરવામાં બોલીવુડ સિતારાઓ પણ પાછળ રહેતા નથી. જ્યાં હાલમાં બોટલ કેપ ચેલેન્જે ધૂમ મચાવી છે તો હવે બધા પોતાના ઓલ્ડ એજવાળા લુકના ફોટોથી લોકોને ચોંકાવી રહ્યાં છે. પોતાના ફેવરિટ સિતારાનો 60 વર્ષનો લુક જોઈને તમામ ફેન્ચ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યાં છે.
આ નવી ચેલેન્જ પાછલા મહિને સામે આવી બેબી ફિલ્ટર ચેલન્જ સાથે મળતી આવે છે. બસ જ્યાં તે દરમિયાન આપણા સ્ટાર્સ બાળકો જોવા મળી રહ્યાં હતા તો અહીં વૃદ્ધ જોવા મળી રહ્યાં છે.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર