ઝી બ્યૂરો, અમદાવાદઃ માયા નગરી મુંબઈમાં રોજ હજારોની સંખ્યામાં લોકો પોતાનું કરિયર ચમકાવવા આવતા હોય છે. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક એવી વાતો થોડા ઘણા લોકો જ જાણી શક્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક ચહેરા એવા પણ છે જે અચાનક જ ગાયબ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આજે ફિલ્મી પડદા પર અનેક હોરર ફિલ્મ્સ ગ્રાફિક્સના માધ્યમથી આકર્ષક રીતે બતાવવામાં આવે છે પરંતુ એક વખત એવો પણ હતો જ્યારે  રામસે બ્રધર્સની ડરવાની ફિલ્મ્સની બોલબાલા હતી. તેમની વીરાના, બંદ દરવાજા, દો ગઝ જમીન કે નીચે, પુરાની હવેલી, પુરાના મંદિર જેવી ફિલ્મોએ ખુબ ધમાલ મચાવી હતી. જેમાંથી સૌથી વધુ ચર્ચામાં વીરાના ફિલ્મ રહીં. જેનું મુખ્ય કારણ હતી ફિલ્મની સુંદર ભૂતની. 


વીરાના ફિલ્મની સ્ટોરીથી વધારે આ ફિલ્મની ચુડૈલ જાસ્મિન રહીં. મોટા ભાગના લોકોએ જાસ્મિનને જોવા માટે ફિલ્મને જોતા હતા. કદાચ આ રામસે બ્રધર્સના કેમેરાનો કમાલ હતો કે લોકો જાસ્મિનને જોતા જ રહી ગયા. આજે પણ જાસ્મિન જેવી સુંદર ભૂતની કોઈ ફિલ્મમાં જોવા નથી મળી. 


પરંતુ લાંબા સમયથી જાસ્મિનનો કોઈ અતો પતો નથીં. મોટા ભાગે લોકો સોશિયલ મીડિયા પર તેને શોધતા હોય છે. કેટલાક લોકો જાણવા માગે છે કે તે અચાનક ક્યા જતી રહી. તેના અચાનક ગાયબ થવાથી કેટલાક હૈરાન છે. જોકે તેના ગાયબ થવા પાછળ કેટલાક કારણો પણ સામે આવ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાક્કા પાયે કોઈને નથી ખબર કે જૈસ્મિન ક્યાં ગાયબ થઈ ગઈ છે. 


કહેવાય છે કે વીરાના ફિલ્મમાં જાસ્મિનની ખુબસુરતી પર ના માત્ર લોકો પણ અંડરવર્લ્ડના લોકો પણ ફિદા હતા. તેને રોજે રોજ અંડરવર્લ્ડથી ફોન કોલ્સ આવતા હતા. કહેવામાં આવે છે કે જાસ્મિન અંડરવર્લ્ડથી એટલી કંટાળી ગઈ કે તેણે એક્ટિંગની સાથે સાથે ભારત પણ છોડી દિધું. અને કોઈ અવાવરી જગ્યા પર તે રહેવા લાગી. 


કેટલાક લોકો કહે છે કે જાસ્મિન આ દુનિયામાં જ નથી, તો કેટલાક કહે છે કે જાસ્મિન જૉર્ડનમાં રહે છે. અને તેઓએ ત્યાંજ લગ્ન પણ કરી લીધા છે. આપને જણાવી દઈએ કે વીરાના પહેલા જાસ્મિનને 1978માં રિલીઝ થયેલી ‘સરકારી મહેમાન’  અને 1984માં રિલીઝ થયેલી ડાઈવોર્સમાં