Vikram Gokhale Passes Away: સિનેમા જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ પીઢ કલાકાર ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેમની પુણેની મોટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 77 વર્ષની વયે વિક્રમ ગોખલે એ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસો પહેલા જ આપણે સિનેમા અને ટીવીની પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલને ગુમાવી દીધી છે. તેમના જવાના શોકમાંથી બોલિવૂડ હજું બહાર આવ્યું નહોતું, આવી સ્થિતિમાં વિક્રમ ગોખલેના નિધનના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને મોટો આંચકો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્રમ ગોખલેની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સતત બગડી રહી હતી. ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.


તમને જણાવી દઈએ કે વિક્રમ ગોખલે પૂણેમાં એક્ટિંગ સ્કૂલ ચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ પત્ની સાથે ત્યાં રહેતા હતા. દિવંગત અભિનેતાના પરિવારમાં તેમના દાદી અને પિતા મરાઠી સિનેમા અને રંગમંચના જાણીતા અભિનેતા હતા. વિક્રમ ગોખલે માટે એવું કહેવાય છે કે તેમનો શક્તિશાળી અવાજ અને તેમની મોટી આંખો કોઈપણ કંટાળાજનક પાત્રમાં જીવનનો શ્વાસ ફૂંકી દેતી હતી. વિક્રમ ગોખલેએ હમ દિલ દે ચૂકે સનમ, હે રામ, તુમ બિન, હિચકી અને મિશન મંગલ જેવી ફિલ્મોમાં તેમના મજબૂત અભિનય માટે પ્રશંસા મળી. તેમની છેલ્લી ફિલ્મ શિલ્પા શેટ્ટીની નિકમ્મા હતી, જે આ વર્ષે રિલીઝ થઈ હતી. 


નોંધનીય છે કે, આ પહેલા પણ વિક્રમ ગોખલેના મોતના સમાચાર આવ્યા હતા. બોલિવૂડ સેલેબ્સે આના પર શોક વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ પરિવારે સ્પષ્ટ કહ્યું કે તે હજુ પણ અમારી વચ્ચે છે, તેમના મૃત્યુના સમાચાર ખોટા છે અને ડોક્ટર તેમને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube