Salman ની ગર્લફ્રેન્ડ Katrina કરશે આ Actor સાથે લગ્ન? શું છુપાઈને કરી લીધી છે સગાઈ?
વિક્કી કૌશલ (Vicky Kaushal ) અને કૈટરીના કૈફ (Katrina Kaif)ને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, બંનેએ સગાઈ કરી લીધી. જોકે હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો અંગે કોઈ ખુલાસો નથી કર્યો.એવામાં જ્યારે બંનેના રોકાની વાત સામે આવી તો દરેકને આશ્ચર્ય થયુ. એવામાં વિક્કી કૌશલના ભાઈ સની કૌશલે પણ આ ખબરો પર પ્રતિક્રિયા આપી અને જણાવ્યુ કે, વિક્કી અને કેટરીનાની સગાઈ પર તેમના પરિવારનું શું રિએક્શન આવ્યું હતું.
નવી દિલ્હીઃ વિક્કી કૌશલ (Vicky Kaushal ) અને કૈટરીના કૈફ (Katrina Kaif)ને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, બંનેએ સગાઈ કરી લીધી. જોકે હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો અંગે કોઈ ખુલાસો નથી કર્યો.એવામાં જ્યારે બંનેના રોકાની વાત સામે આવી તો દરેકને આશ્ચર્ય થયુ. એવામાં વિક્કી કૌશલના ભાઈ સની કૌશલે પણ આ ખબરો પર પ્રતિક્રિયા આપી અને જણાવ્યુ કે, વિક્કી અને કેટરીનાની સગાઈ પર તેમના પરિવારનું શું રિએક્શન આવ્યું હતું.
વિક્કીના નાના ભાઈ સનીએ ખુલાસો કરતા કહ્યુ કે, જ્યારે અમને આ ન્યૂઝ મળ્યા તો હસી પડ્યા. સની આગળ કહે છે કે, ‘મને યાદ છે કે વિક્કી સવારે જિમ હતા, ત્યારે અફવા આવવા લાગી. એટલા માટે જ્યારે તે જિમમાંથી પાછા આવ્યા ત્યારે મમ્મી અને પપ્પાએ તેને મજાકમાં કહ્યું, ‘અરે યાર, તારી સગાઈ થઈ ગઈ, તો મિઠાઈ પણ ખવડાવી દે’ અને પછી વિક્કીએ તેમને જવાબ આપ્યો કે, જેટલી અસલી સગાઈ થઈ છે, તેટલી અસલી મિઠાઈ પણ ખાઈ લો. સની આગળ કહે છે કે, ‘અમને નથી ખબર કે, અફવા ક્યાંથી આવે છે પરંતુ આ અફવાના લીધી અમે વિક્કીની ખૂબ મજાક ઉડાવી હતી.
તમને જણાવી દઈએ કે, વિક્કી કૌશલ અને કેટરીના કૈફનાં અફેરની ચર્ચા વર્ષ 2019થી હેડલાઈન્સ બનેલી છે. જોકે, તેમણે આજ સુધી પોતાના રિલેશનશીપ અંગેની કોઈ વાત એક્સેપ્ટ નથી કરી. પરંતુ ઘણીવાર પાર્ટીઓમાં બંનેને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા છે, અહીં સુધી કે બંને એકસાથે વેકેશન માણવા પણ જાય છે.