નવી દિલ્હીઃ તાજેતરમાં વિક્કી અને કેટરીના કૈફ સાથેના રોકા સમારોહની અફવાઓ અંગે વિક્કીને પૂછવામાં આવ્યું ત્યારે એક્ટરે  ચોંકાવનારો જવાબ આપ્યો. થોડા મહીનાઓ પહેલા સોશલ મીડિયામાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફની સગાઈની ચર્ચા થઈ રહી હતી. હવે વિક્કી કૈશલે (Vicky Kaushal) કેટરીના કૈફ (Katrina Kaif) સાથે પોતાની સગાઈની ખબરો પર મૌન તોડ્યું છે. વિક્કી કૌશલ અત્યારે શૂજીત સરકાર દ્વારા યોજવામાં આવેલા 'સરદાર ઉદ્ધમ' (Sardar Udham) માં ક્રાંતિકારી સરદાર ઉદ્ધમસિંહ (Sardar Udham Singh) ની ભૂમિકામાં પોતાના અદ્ભૂત પ્રદર્શન માટે ચર્ચામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણે ફેલાવી હતી આ ખબર-
આ અંગે મીડિયા સાથે વાત કરતા વિક્કીએ કહ્યું, ' આ ખબર તમારા મિત્રો દ્વારા ફેલાવવામાં આવી છે (હસતા હસતા) હું જલ્દી જ સગાઈ કરવાનો છું'.


બે વર્ષથી કરે છે ડેટ-
વિક્કી અને કેટરીના (Vicky Kaushal Katrina Kaif) એક બીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યા છે. આ કપલ ઘણી વખત એક સાથે લંચ અને ડિનર કરતા જોવા મળ્યા છે.  2020માં  વિક્કી અને કેટરીનાએ એક સાથે દિવાળી મનાવી. કેટરીના એ સમયે વિક્કીના ઘરની બહાર જોવા મળી હતી.


હજુ સુધી ઓફિશ્યલ એલાન કર્યું નથી-
વિક્કી કે કેટરીનાએ પોતાના સંબંધની જાહેરાત કરી નથી.  થોડા મહિના પહેલા વિક્કીના ભાઈ સની કૌશલે પોતાના મોટા ભાઈની સગાઈ પર વાત કરી હતી. તેમને એક વેબ પોર્ટલને જણાવ્યું હતું કે ' મને યાદ છે કે વિક્કી સવારે જીમ ગયા હતા ત્યારે અફવાઓ આવા લાગી હતી. તે જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે માતા અને પિતાએ વિક્કીને મજાકમાં પુછ્યુ, ' અરે યાર, તારી સગાઈ થઈ ગઈ મીઠાઈ તો ખવડાવ ત્યારે વિક્કીએ માતા-પિતાને કહ્યું,  'જેટલી અસલી સગાઈ થઈ છે એટલી અસલી મીઠાઈ પણ ખાઈ લો.'