VIDEO : એક બે નહીં પરંતુ 16,000 કલાકમાં બનીને તૈયાર થઈ છે દીપિકાની આ લહેંગા-સાડી
મુંબઈમાં તાજેતરમાં જ અંગત મિત્રો માટે રાખવામાં આવેલા રિસેપ્શનમાં દીપિકા પાદુકોણે અત્યંત સુંદર સફેદ અને ગોલ્ડન રંગની લહેંગા-સાડી પહેરી હતી. હસ્તકળાથી બનેલી આ લહેંગા-સાડીને બનવામાં ઘણી મહેનત લાગી છે
નવી દિલ્હીઃ દીપિકા અને રણવીર સિંહના લગ્નની ઉજવણી હજુ પણ ધામ-ધૂમથી ચાલી રહી છે. દરરોજ બોલિવૂડનું આ હોટ કપલ એક-પછી એક અંદાજમાં જાહેરમાં આવીને સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ આ કપલે તેમનાં અંગત મિત્રો, પરિજનો અને મીડિયા માટે મુંબઈમાં એક ધમાકેદાર રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમાં દીપિકાએ ફેશન ડિઝાઈનર અબુ જાની-સંદીપ ખોસલાની ડિઝાઈનર લહેંગા-સાડીમાં જોવા મળી હતી.
હવે આ ડિઝાઈનર્સ દ્વારા આ લહેંગા-સાડીના નિર્માણનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. હાથની કારીગરીથી બનેલી આ લહેંગા-સાડીને બનાવવામાં તમે કલ્પના ન કરી શકો એટલો સમય લાગ્યો હતો. દીપિકાની આ લહેંગા-સાડી બનાવવામાં એક-બે કલાક નહીં પરંતુ પૂરા 16,000 કલાકનો સમય લાગ્યો હતો.
મુંબઈમાં તાજેતરના રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ અત્યંત સુંદર સફેદ અને ગોલ્ડન રંગની લહેંગા-સાડીમાં આવી હતી. ચીકન કલાકારીથી બનેલા આ લહેંગાનો ડિઝાઈનર દ્વારા વીડિયો શેર કરાયો છે, જેમાં ડિઝાઈનર દીપિકાને તેને પહેરવાની રીત શીખવાડી રહ્યા છે. આ લહેગા સાડી એવી રીતે પહેરવાની છે, જેથી તેમાં અનેક પાટલી પડે. દીપિકાના લૂકને સ્પેશિયલ બનાવવા માટે સ્પેશિયલ જ્વેલરી પણ ડિઝાઈન કરાઈ હતી.
પોતાના બોલિવૂડ રિસેપ્શનથી બરાબર એક દિવસ પહેલા આ હોટ કપલ શુક્રવારે પોતાના પરિવાર સાથે ગણપતી બપ્પાના આશિર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા હતા. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, બંનેના માતા-પિતા અને બહેનો પણ તેમની સાથે હતી.
ઉલ્લેખનીય છે કે, આ જોડી શનિવાર (1 ડિસેમ્બર)ના રોજ બોલિવૂડનાં કલાકારો માટે એક ગ્રાન્ડ રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. જેમાં બોલિવૂડનાં લગભગ તમામ સ્ટાર્સની હાજરીનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ રિસેપ્શનમાં કેટરિના કૈફ, સલમાન ખાન, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, રણબીર કપૂર, સૈફ અલી ખાન સહિત બોલિવૂડના દિગ્દર્શકો, સંગીતકારો સહિતની તમામ સેલિબ્રિટી હાજર રહે એવી શક્યતા છે.