Do Aur Do Pyaar Trailer: બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન રોમેન્ટિક કોમેડી ફિલ્મ સાથે ફરી એક વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. તેની આગામી ફિલ્મ દો ઓર દો પ્યારમાં વિદ્યા બાલન, પ્રતિક ગાંધી, ઇલિયાના ડિક્રુઝ અને સેંધીલ સાથે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બે કપલની સ્ટોરી છે. જેનું મજેદાર ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમાં બે કપલ પોતાના સંબંધમાં ખોવાયેલા સ્પાર્કને પાછો લાવવા માટે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે. પરંતુ એક રાતે વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી જે પતિ, પત્નીના રોલમાં છે તે ફરી એક વખત એકબીજાની નજીક આવી જાય છે અને પછી જબરદસ્ત કન્ફ્યુઝન શરૂ થાય છે. 


આ પણ વાંચો: હીરામંડી સીરીઝના મેલ એક્ટર્સ પણ દમદાર, 14 વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળશે ફરદીન ખાન


ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મજેદાર છે અને આ ટ્રેલરને જોઈને ફિલ્મ ચાહકો પણ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. ફિલ્મના ટ્રેલર ની શરૂઆત પ્રતીક ગાંધી અને વિદ્યા બાલન વચ્ચે થતા ઝઘડાથી થાય છે. ત્યાર પછી સામે આવે છે કે પ્રતીક ગાંધી, ઇલિયાના ડિક્રુઝના પ્રેમમાં છે જે સેંધીલની પત્ની છે અને વિદ્યા બાલન અને સેંધીલ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં છે. પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ફરી એક વખત વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી એકબીજાના પ્રેમમાં પડી જાય છે. 



મોર્ડન લવ રિલેશનશિપ પર આધારિત ફિલ્મ દો ઔર દો પ્યાર 19 એપ્રિલે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેનું ડાયરેક્શન ત્રિષા ગુહાએ કર્યું છે. માતા બન્યા પછી ઇલિયાના ડિક્રુઝની આ બીજી ફિલ્મ છે જે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. વિદ્યા બાલન આ ફિલ્મથી લાંબા સમય પછી સ્ક્રીન પર વાપસી કરી રહી છે. આ ફિલ્મ પછી વિદ્યા બાલન કાર્તિક આર્યન સ્ટારર ભુલભુલૈયા 3 માં જોવા મળશે.