નવી દિલ્હી: ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણિતા થયેલા એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યા છે. જ્યાં થોડા દિવસો પહેલાં જ વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર લોન્ચ થયું હતું તો બીજી તરફ આ ફિલ્મનું બીજું પોસ્ટર અને ઓફિશિયલ ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ફર્સ્ટ ટીઝ સામે આવ્યા બાદથી જ આ ફિલ્મના ટ્રેલર લોન્ચની લોકો રાહ જોઇ રહ્યા હતા. આ ફિલ્મના તમામ એક્શન સિક્વેંસસ પણ વિદ્યુતે જ પોતે પરફોર્મ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ તાજેતરમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ 'જંગલી'નું બીજું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં વિદ્યુત એકદમ વાઇલ્ડ અંદાજમાં જોવા મળી રહ્યા છે. સાથે જ તરણે એ પણ જાણકારી આપી છે કે આ ફિલ્મ 5 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં છવાઇ જશે.


તો બીજી તરફ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું. આ ટ્રેલરમાં વિદ્યુતની જાનવારો સાથે ગાઢ મિત્રતાને દર્શવવામાં આવી છે અને કેવી રીતે વિદ્યુત પોતાના જીવના જોખમે જંગલને બચાવે છે. ડાયરેક્ટર ચક રસલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જંગલી' થોડા અલગ કોન્સેપ્ટની ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલરને જોતાં જ તમને જંગલ બુક યાદ આવી જશે. ફિલ્મ જંગલીમાં વિદ્યુત જામવાલ એક તરફ પોતાની ધુંઆધાર બાજી કરતાં જોવા મળશે. તો ટ્રેલરની શરૂઆતમાં મેડ એન્ડ એનિમલની ફિલ આપતાં રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીની ઝલક પણ નજરે પડશે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે જ આશા ભટ્ટ અને પૂજા સાવંત છે. 


આવો જોઇએ આ ફિલ્મનું શાનદાર અને ભરપૂર મનોરંજક ટ્રેલર...



આ ટ્રેલરને જોતાં કહેવું ખોટું નથી કે વિદ્યુતે ફરી એકવાર ફેંસની ધડકનો વધારી દીધી છે. આ ટ્રેલરમાં વિદ્યુતનો લુક ફરી એકવાર પોતાના ગત લુક કરતાં અલગ છે પરંતુ અહીં એક્શનની સાથે વાઇલ્ડલાઇફનો તડકો ખૂબ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. આ ટ્રેલરને જોયા બાદ વિદ્યુતના બધા ફેન્સ 5 એપ્રિલની રાહ જોઇ રહ્યા છે.