મુંબઈ : સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda)ની કરિયર અત્યારે ચરમસીમા પર છે અને તેના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અર્જુન રેડ્ડી અને ડિયર કોમરેડ જેવી ફિલ્મોની સફળતાને પગલે તેમણે ચાહકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. વિજયની લોકપ્રિયતા હવે સાઉથની સાથેસાથે બોલિવૂડમાં પણ વધી રહી છે. સાઉથ સિવાયના પણ અનેક રાજ્યોમાં દર્શકો વિજયને બોલિવૂડ ફિલ્મોમાં જોવા ઇચ્છે છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે કરણ જોહરે (Karan Johar) પોતાના બેનરની ફિલ્મ માટે વિજય દેવરકોંડા (Vijay Deverakonda)નો સંપર્ક કર્યો છે પણ આ ડિલ શક્ય બની નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા દિવસે જ TamilRockers પર લીક થઈ Salman Khanની Dabangg 3


લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે યશરાજ બેનર દ્વારા ત્રણ ફિલ્મોની ડિલ માટે  વિજય દેવરકોંડા (Vijay Deverakonda)નો સંપર્ક કર્યો છે અને આ માટે તેઓ 48 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. જોકે આ ડિલ વિશે યશરાજ ફિલ્મ્સ કે વિજય તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. યશરાજ બેનર જ્યારે કોઈ નવી ટેલેન્ટને ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરે છે ત્યારે ત્રણ ફિલ્મોની ડીલ સાઇન કરે છે. રણવીર સિંહ, અનુષ્કા શર્મા અને વાણી કપૂર એવા સ્ટાર્સ છે જેને યશરાજ ફિલ્મ્સે લોન્ચ કર્યા છે. 


સની લિયોનીએ શેયર કરતા જ વાયરલ થયો VIDEO, લોકો જોઈ રહ્યા છે વારંવાર


વિજય દેવરકોંડાની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો હાલમાં તે લવર નામની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સાઉથના અનેક ટોચના કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ક્રાંતિ માધવ બનાવી રહ્યા છે અને એને 14 ફેબ્રુઆરી, 2020ના દિવસે રિલીઝ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક