New Poster Of Vijay Deverakonda's Film: અર્જૂન રેડ્ડી સ્ટાર વિજય દેવેરાકોંડાની આગામી ફિલ્મ લાઈગર આ વર્ષે સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંથી એક છે. કરણ જોહર, ચાર્મી કોર અને પુરી જગન્નાથના પ્રોડક્શનમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મમાં વિજય એક કિક-બોક્સરના રોલમાં છે. એક સાથે તેલુગુ અને હિન્દીમાં શૂટ થઈ રહેલી આ ફિલ્મ ડબિંગ સાથે તામિલ, મલયાલમ અને કન્નડમાં પણ રીલિઝ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય દેવેરાકોંડા થયો ન્યૂડ
લાઈગરના આ પોસ્ટર માટે વિજય ન્યૂડ થયો છે અને તેના શરીરને માત્ર થોડા ગુલાબના ફૂલથી ઢાંકી રહ્યા છે. પોસ્ટર પર લાઈગરની ટેગલાઈન લખી છે- 'સાલા ક્રોસબ્રીડ' અને પોસ્ટરમાં વિજયનો લૂક જોઈ તમે પણ વિચારશો કે આ લાઈન એકદમ યોગ્ય છે. પોસ્ટરમાં પોતાની શાનદાર બોડી દેખાડી રહેલા વિજયના હાથમાં ગુલાબના ફૂલ તો છે જ પરંતુ સાથે તેના હાથમાં બોક્સિંગ ગ્લવ્સ પણ છે. એટલે કે પોસ્ટરમાં વિજય એક ફાઇટર અને રોમેન્ટિક હીરોનો એકદમ પાક્કા ક્રોસ જેવો દેખાય છે.


[[{"fid":"391913","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


કરણ જોહરે વિજયના આ લૂક પર કરી કોમેન્ટ
લાઈગરના પ્રોડ્યૂસર્સમાંથી એક ફિલ્મમેકર કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર વિજયનું આ પોસ્ટર શેર કર્યું. આ પોસ્ટરમાં જોવા મળતા ગુલાબના ફુલને લઇને રમૂજી કોમેન્ટ કરતા કરણ જોહરે લખ્યું- રોજ રોજ આવી ભેટ મળતી નથી. કરણની પોસ્ટ પર વિજય દેવેરાકોંડાનો આ જબરદસ્ત લૂક્સ જોઈ ફેન્સ કોમેન્ટ બોક્સમાં પ્રેમ લુંટાવી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube