`ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે`, વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ, ચાહકો ચોંક્યા!
Vikrant Massey Announced Retirement: વિક્રાંત મેસીએ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેણે તેના ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે. વિક્રાંતની આ પોસ્ટને કારણે તેના ફેન્સ ઘણા નિરાશ થઈ ગયા છે. વાસ્તવમાં, અભિનેતાએ આ પોસ્ટ દ્વારા એક્ટિંગની દુનિયામાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે, જેના કારણે તેના ચાહકો નિરાશ થયા છે.
- વિક્રાંત મેસી ફિલ્મ છોડી રહ્યો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ચાહકો આઘાતમાં, અભિનેતાના નવજાત બાળકને પણ મળી રહી છે ધમકીઓ.
- વિક્રાંતે ખુલાસો કર્યો હતો કે તેને સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા મળી રહી છે ધમકીઓ
- તેણે કહ્યું, 'મને મારા સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર ધમકીઓ મળી રહી છે. આ લોકોને ખબર છે કે હું 9 મહિના પહેલા એક બાળકનો પિતા બન્યો હતો.
Vikrant Massey Announced Retirement From Film Industry Fans In Shock: વિક્રાંત મેસી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણતરી થાય છે. નાના પડદાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર વિક્રાંત મેસીએ OTT અને ફિલ્મ જગતમાં ખૂબ ધૂમ મચાવી હતી અને પોતાની એક્ટિંગની પ્રશંસકો પર ઉંડી છાપ છોડી હતી. પોતાની દમદાર એક્ટિંગ માટે પ્રખ્યાત વિક્રાંત મેસી તાજેતરમાં 'ધ સાબરમતી રિપોર્ટ' માટે ચર્ચામાં હતા. 2002ની ગોધરાકાંડ પર આધારિત આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન વિક્રાંતે તેની એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. તેમના રિટાયરમેન્ટના અહેવાલોની વચ્ચે વિક્રાંત મેસીનું એ જુનું નિવેદન ઓનલાઈન ફરીથી સામે આવ્યું છે, જેમાં તે પોતાના 9 મહીનાના પુત્ર વર્ધનની સુરક્ષા માટે ચિંતિત દેખાઈ રહ્યા છે.
વિક્રાંત મેસીએ કરી એક્ટિંગની દુનિયામાંથી રિટાયરમેન્ટની જાહેરાત
વિક્રાંત મેસીએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે જેણે તેના ચાહકો સહિત સમગ્ર ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. વિક્રાંતે તેની પોસ્ટ દ્વારા એક્ટિંગની દુનિયામાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને આ પોસ્ટ જોઈને અભિનેતાના ચાહકો ચોંકી ગયા છે. ઘણા યૂઝર્સે તો કોમેન્ટ કરતા અભિનેતાને રિટાયરમેન્ટનું કારણ પણ પુછ્યું છે.
વિક્રાંત મેસીએ છોડી ઈન્ડરસ્ટ્રી
અભિનેતાએ હાલમાં જ ધ સાબરમતી રિપોર્ટના પ્રચાર દરિયાન પોતાના ડરને શેર કર્યો હતો, જેમાં ફિલ્મનું કારણ વિવાદોને જન્મ આપ્યો. યૂટ્યૂબ ચેનલ પર એક ઈન્ટરવ્યૂમાં વિક્રાંતે ખુલાસો કર્યો હતો કે તેમણે સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે ધમકીઓ મળી રહી હતી, જેમાં તે પોતાના નવજાત પુત્રને પણ નિશાને બનાવવામાં આવ્યો હતો.
વિક્રાંતે પોતાની પોસ્ટમાં શું લખ્યું?
વિક્રાંત મેસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું - 'હેલો, છેલ્લા કેટલાક વર્ષો અને ત્યારથી લઈને અત્યાર સુધીનો સમય ઘણો સારો રહ્યો છે. તમારા સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ, જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ મને અહેસાસ થઈ રહ્યો છે કે હવે સમય આવી ચૂક્યો છે કે હું મારી જાતને ફરીથી સંભાળું અને ઘર પાછો જાવ. એક પતિ, પિતા અને પુત્ર અને અભિનેતા તરીકે પણ. તો, 2025 માં આપણે એક છેલ્લી વખત એકબીજાને મળીશું. જ્યાં સુધી યોગ્ય સમય ના લાગે. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. ફરીથી તમને બધાને આભાર. દરેક વસ્તુ માટે અને વચ્ચે બનેલી દરેક વસ્તુ માટે તેના માટે પણ, હું હંમેશા તમારો ઋણી રહીશ.'
ચાહકો થયા નિરાશ
અભિનેતાએ પોતાની પોસ્ટમાં એક્ટિંગની દુનિયામાંથી રિટાયરમેન્ટના કારણનો ખુલાસો કર્યો નથી. એવામાં ચાહકો પણ જાણવા માંગે છે કે વિક્રાંતે અચાનક આ નિર્ણય કેમ લીધો, જ્યારે તેની ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિક્રાંતના નિર્ણયથી નિરાશ તેના ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને આટલી જલ્દી એક્ટિંગની દુનિયામાંથી નિવૃત્તિ લેવાનું કારણ પૂછી રહ્યા છે.
બાળક માટે મળી રહી છે ધમકી
તેમણે કહ્યું, 'મને મારા સોશિયલ મીડિયા પર વોટ્સએપ પર ધમકીઓ મળી રહી છે. આ લોકોને ખબર છે કે હું 9 મહિના પહેલા એક બાળકનો પિતા બન્યો હતો. બરાબર ચાલી પણ ન શકતા મારા બાળકનું નામ અધવચ્ચે લેવામાં આવી રહ્યું છે. તેની સુરક્ષા માટે મને ચિંતામાં નાંખવામાં આવી રહ્યો છે. આપણે કયા સમાજમાં જીવીએ છીએ? અફસોસ થાય છે, માફ કરશો, ડર નથી લાગતો! જો ડર લાગતો હોત તો અમે આ ફિલ્મ બનાવીને બહાર આવતા જ નહીં.