નવી દિલ્હી : એકટ્રેસ પ્રિયંકા ચોપડા હાલમાં ભારત આવી છે અને તેની તસવીર તેમજ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલા છે. હાલમાં તેની કેટલીક તસવીર સામે આવી છે જેમાં તે 'ધ સ્કાઇ ઇઝ પિંક'ની રેપઅપ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ તસવીર અને વીડિયો પછી પ્રિયંકાની એનર્જીના બહુ વખાણ થઈ રહ્યા છે. આ પાર્ટીના ઇનસાઇડ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. 


આ વીડિયોમાં પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકા નાચતી અને ગાતી જોવા મળી રહી છે. પ્રિયંકાનો વ્હાઇટ ડ્રેસ અને યેલો બુટ્સવાળો લુક વાઇરલ થઈ રહ્યો છે. આ લુકમાં પ્રિયંકાએ ગોઠણ પર બ્લેક બેન્ડેજ લગાવેલી હોય એવું દેખાય છે જેના પછી પ્રિયંકાને ઘુંટણમાં સમસ્યા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...