મુંબઇ : બોલિવૂડનો દબંગ સલમાન ખાનનો અંદાજ નીરાળો છે. આ વાતમાં તેનો કોઈ જ મુકાબલો નથી. સલમાન ખાન ફિલ્મ્સમાં વારંવાર શર્ટ ઉતારી દે છે. હવે તેની એક તસવીર સામે આવી છે. જેમાં તે શર્ટ વગર જોવા મળે છે. સલમાનની આ તસવીર એક લગ્નની પાર્ટીની છે.


એક્ટ્રેસ બીના કાકે બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની દીકરીની લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. જેમાં સલમાન ખાન ગંજી લુકમાં જોવા મળે છે. આ તસવીરમાં સ્પષ્ટ જોવા મળે છે કે નવ વર્ષ પહેલા બીના કાકની દીકરીના લગ્નમાં સલમાન ખાન સફેદ રંગની ગંજી અને જીન્સ પહેરીને પહોંચ્યો હતો. તેણે સનગ્લાસિસ અને એક ટોપી પણ પહેરી છે. આ પછી લગ્ન સમારોહ દરમિયાન સલમાન ખાને શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું હતું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...