મુંબઈ : ભારત સરકારે કોરોના વાયરસને લઈને કડક પગલા લીધા છે. વડાપ્રધાને દેશના લોકોને 22 માર્ચે તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી છે. પીએમ મોદીના આ પગલાંને જોઈને બોલિવૂડ એક્ટર રિશી કપૂરે ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. રિશી કપૂરે પોતાના ટ્વિટમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને કોરોના વાયરસ સામે કડક પગલા ભરવાની સલાહ પણ આપી હતી.


BIRTHDAY SPECIAL: રાની રોજ તેના પતિ આદિત્ય ચોપડા પર કરે છે ગાળોનો વરસાદ, જાણો કારણ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ અંગે ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોરોનાના કારણે ગરીબ દેશોના અર્થતંત્ર પર અસર પડશે. પાકિસ્તાનમાં સ્થિતિ બગડશે તો મેડિકલ વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ થઈ જશે. આ સ્થિતિમાં વિશ્વના ધનિક દેશોએ અમારી મદદ કરવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube