મુંબઈ : 2016માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ બાદ ડિરેક્ટર નિતેશ તિવારી ફરી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે નિતેશ તિવારી સુશાંતસિંહ રાજપૂર અને શ્રદ્ધા કપૂર સાથે છિછોરે લઈને આવી રહ્યા છે. હાલમાં દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મનું ટ્રેલર ખાસ આમિર ખાનને બતાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દંગલ સમયથી જ આમિર ખાન અને નિતેશ તિવારીના સંબંધો ગાઢ બન્યા છે. નિતેશ તિવારી આમિર ખાનને પોતાના ગુરુ માને છે. હાલમાં આ ફિલ્મનું ફિકર નોટ ગીત રિલીઝ થયું છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...