હૃતિક રોશન કઈ રીતે શીખ્યો કડકડાટ બિહારી ? જુઓ મજેદાર VIDEO
હાલમાં હૃતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો હતો
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની ફિલ્મ સુપર 30 હાલમાં બોક્સઓફિસ પર છવાયેલી છે. આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે અને એણે અત્યાર સુધી 70 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં હૃતિક ગણિતજ્ઞ આનંદકુમારનો રોલ કરી રહ્યો છે. આનંદકુમાર રિયલ લાઇફમાં બિહારી છે એટલે આ ફિલ્મ માટે હૃતિકે બિહારી ભાષા શીખવી પડી હતી અને એમાં તેને લગભગ બે મહિના લાગી ગયા હતા.
હાલમાં હૃતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે હૃતિકે બિહારી ભાષામાં શીખવાની સાથેસાથે ભોજપુરી ગીતો પણ ગાયા. આ પ્રેકટિસ માટે હૃતિક રોજ લગભગ 2-3 કલાક મહેનત કરતો હતો.
. . मार दिया छलाँग !! 😜 . . #biharimode #super30
A post shared by Hrithik Roshan (@hrithikroshan) on
આ ફિલ્મ ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત છે. તેમની પહેલી સુપર 30 બેચને IITમાં એડમિશન મેળવવામાં ઘણી મોટી સફળતા મળી હતી. આ ફિલ્મમાં તેમની પ્રેરણાદાયક જીવનકથા થોડી સર્જનાત્મકતા સાથે જોવા મળી છે. આ ફિલ્મમાં કુમારના જીવનની મુશ્કેલીઓ અને કોન્ટ્રોવર્સીને આવરી લેવાઈ છે. ફિલ્મમાં આનંદ કુમારના અંગત જીવનની નાની નાની વાતો વણી લેવામાં આવી છે. આ ફિલ્મ લગભગ 85 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને તેની સ્ટોરી બહુ જ પ્રેરણાદાયક છે.