નવી દિલ્હી : ગયા વર્ષે રિલીઝ થયેલી સાઉથની સુપરહિટ ફિલ્મ KGFના હિન્દી વર્ઝને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે. લોકો આ ફિલ્મના બીજા ચેપ્ટરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું એક ગીત 'ગલી ગલી' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થયું છે. આ ગીત ઇન્ટરનેટ પર હિટ છે અને આ ગીતમાં મૌની રોયના ડાન્સને લોકોએ બહુ પસંદ કર્યો છે. અનેક યુવાનો પોતાના આ ગીત પરના ડાન્સને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...