મુંબઈ : હાલમાં આમિર ખાનની દીકરી ઇરા ખાન તેના પ્રેમપ્રકરણને કારણે ચર્ચામાં છે. હાલમાં ઇરા અને તેના બોયફ્રેન્ડ મિશાલનો રોમેન્ટિક ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો છે. તેમની સાથે વીડિયોમાં કોમન ફ્રેન્ડ પણ દેખાય છે. આ વીડિયોમાં ઇરા અને મિશાલ વચ્ચે ક્યુટ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. 


શર્ટલેસ મિત્રો સાથે બિનધાસ્ત તસવીર ખેંચાવાનું ભારે પડ્યું સુહાનાને, થઈ ગઈ વર્જિનીટી પર કમેન્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"222219","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


હાલમાં સોશિયલ મીડિયામાં ઇરાના એક ચાહકે સવાલ કર્યો હતો કે શું તે કોઈને ડેટ કરી રહી છે ? ત્યારે ઇરાએ જવાબ આપતી વખતે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીની તસવીર શેયર કરી છે અને એમાં મિશાલને ટેગ પણ કર્યો છે. આમ, તેણે ખુલ્લંખુલ્લા પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરી છે. ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે અને દરેક તસવીરમાં બંને વચ્ચેનું જોરદાર બોન્ડિંગ જોવા મળે છે. મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યુસર છે. તેનો મ્યૂઝિક વીડિયો પણ યૂટ્યૂબ પર રિલીઝ થઈ ચૂક્યો છે. મિશાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ઘણાં સિંગિંગ અને મ્યૂઝિક વીડિયો પોસ્ટ કર્યા છે. વેલેન્ટાઈન ડે પર ઈરાએ મિશાલના ગીતનો વીડિયો શેર કરીને વિશ કર્યું હતું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...