નવી દિલ્હી : સુપરસ્ટાર આમિર ખનની દીકરી ઇરા ખાન લાઇમલાઇટથી દુર રહેવાનું પસંદ કરે છે પણ આમ છતાં સોશિયલ મીડિયામાં તેના લાખો ફોલોઅર્સ છે. ઇરા ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીર અને વીડિયો શેયર કરે છે. ઇરાએ રવિવારે એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે પિતા આમિર ખાન સાથે મસ્તી કરતી નજરે ચડે છે. આ વીડિયોમાં આમિર ગ્રાઉન્ડ પર સુતેલો છે અને ઇરા તેને ગલીપચી કરી રહી છે. આ વીડિયોમાં આમિર જોરજોરથી હસતો સંભળાય છે. 


ફાઇનલ : આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લેશે શાહરૂખનો દીકરો આર્યન !


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે અને હાલ તે અભ્યાસ કરી રહી છે. કરણ જોહરના ચેટ શોમાં આમિરને દીકરીના કરિયર અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું, ઈરા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવવા માગે છે અને ડિરેક્શનમાં તેની રૂચિ છે. સામાન્ય રીતે ઈરા મીડિયાથી દૂર ભાગે છે પરંતુ આજકાલ તે ચર્ચામાં છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...