નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાં જેની ગણતરી થાય છે એવો જિતેન્દ્ર આજે પોતાનો 77મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પોતાના જન્મદિવસની પાર્ટીમાં જિતેન્દ્ર બહુ ખુશખુશાલ જોવા મળ્યો છે. જિતેન્દ્રએ પરિવાર અને મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેશનમાં ખૂબ મોજ કરી. જિતેન્દ્રની દીકરી એકતા કપૂરે સોશિયલ મીડિયા વીડિયો શેર કર્યો જેમાં તેની ખાસ મિત્ર મોના સિંહ જિતેન્દ્ર અને તેમના પત્ની શોભા કપૂર સાથે ડાન્સ તેમજ મસ્તી કરતી જોવા મળી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...