VIDEO : વોટ નાખવા જઈ રહેલા કિરણ ખેર રોડ પર ધડામ દઈને પડ્યા અને પછી....
લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાનું મતદાન થઈ ગયું છે. મતદાન પછી કેટલાક રાજનેતાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા છે.
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાનું મતદાન થઈ ગયું છે. મતદાન પછી કેટલાક રાજનેતાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા છે. હાલમાં કિરણ ખેરનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તે રોડ પર બહુ ખરાબ રીતે પડતા દેખાય છે. આ વીડિયોમાં દેખાય છે કે કિરણ ખેરને મીડિયાએ ઘેરી લીધા હતા પણ બેલેન્સ બગડી જતા તેઓ ધડામ દઈને પડ્યા હતા.
'આવી ગયું પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું નવું પોસ્ટર, ટેગલાઇન છે બહુ રસપ્રદ
કિરણ ખેર સાથે અકસ્માત થતા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. વીડિયોમાં દેખાયા પછી પડ્યા પછી કિરણ ખેર ઉઠવાનો પ્રયાસ કરે છે અને સંતુલન મેળવ્યા પછી મીડિયાને કહે છે કે પ્લીઝ ડોન્ટ રેકોર્ડ ઇટ. જોકે કિરણની વિનંતી છતા પણ તેનો આ વીડિયો વાઇરલ બની ગયો છે.
સૈફ અલી ખાન બનશે નાગા સાધુ, આ દિવસે રિલીઝ થશે 'લાલ કપ્તાન'
કિરણ પોતાના ગુસ્સાને કારણે કુખ્યાત છે. થોડા સમય પહેલાં કિરણ ખેર પોતાના વિરોધી અને કોંગ્રેસના ઉમેદવાર પવન કુમાર બંસલ પર એવી રીતે ગુસ્સે થયા કે તેમણે થપ્પડ મારવાની ધમકી આપી દીધી. કિરણ ખેરે પંજાબીમાં કહ્યું કે મને એટલો ગુસ્સો આવે છે કે મન થાય છે કે તેને એક થપ્પડ મારી આવું. હકીકતમાં પવન બંસલે પેમ્ફ્લેટ વહેંચ્યાં હતાં જેમાં તેમણે પોતાની ઉપલબ્ધીઓ જણાવી હતી. બીજેપી વિરુદ્ધ વહેંચેલાં પેમ્ફ્લેટના કારણે કિરણ ખેર ખૂબ જ ગુસ્સે થયાં હતાં. પાછળથી આ પેમ્ફ્લેટ સાથે કિરણ ખેરે એક વિડિયો શેર કર્યો અને એમાં આ પેમ્ફ્લેટ સાથે દેખાઈ રહી છે. વિડિયોમાં કિરણ ખેરે પવન બંસલને ચેતવણી આપતાં કહ્યું કે તેઓ મારા દ્વારા કરેલાં કામોની ક્રેડિટ લેવાની કોશિશ કરી રહ્યા છે. કિરણ ખેરનું કહેવું છે કે તેમનાં કામોને શહેર જ નહીં, આખો દેશ જાણે છે