મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે બહુ જલ્દી પોતાની આગામી ફિલ્મ લવ આજ કલ 2માં બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન સાથે રોમેન્સ કરતી જોવા મળશે. હાલમાં સારાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો સારાના બાળપણનો છે અને એમાં તે પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળશે. સારાનો આ વીડિયો તેના ફેનક્લબ પેજ પર શેયર કરવામાં આવ્યો છે. આમાં બે ચોટલીમાં અને ઓરેન્જ ફ્રોકમાં સારા સુપરક્યુટ લાગે છે. સૈફ અને કરીનાનો દીકરો તૈમુર બહુ જ ક્યુટ છે પણ ક્યુટનેસના મામલામાં સારા તૈમુરને ટક્કર આપે એવી લાગે છે. 


માહી ગીલને થયો જિંદગીભર ન ભુલાય એવો અનુભવ, સેટ પર લોકો ઘુસ્યા અને પછી....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સારા અલી ખાને બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સારાએ માહિતી આપી હતી કે તે તેની માતા અમૃતાની બે ફિલ્મો ચમેલી કી શાદી અને આઇનાની રિમેકમાં કામ કરવા ઇચ્છે છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ચમેલી કી શાદીમાં કોમિક ટાઇમિંગ અને માસુમિયત કમાલના હતા. આ સાથે મને આઇનાની રિમેકમાં પણ કામ કરવું ગમશે. આ ફિલ્મમાં તેઓ લિડિંગ લેડી નહોતા પણ આમ છતાં તેમનો રોલ એટલો મજબુત હતો કે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...