મુંબઈ : બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ પોતાની ડાન્સિંગ સ્ટાઇલના કારણે જાણીતો છે. તે વારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સિંગ વીડિયો અપલોડ કરે છે. બુધવારે તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે વરૂણ ધવનને ટક્કર આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ્રપાલીનો Video થયો વાઇરલ, પુલમાં નિરહુઆ અને રવિ કિસન સાથે મસ્તી


ટાઇગરનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે. એક કલાકમાં 2 લાખ કરતા વધારે લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. વીડિયોમાં ટાઇગર શ્રોફ જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે. ટાઇગર બોલિવૂડ એક્ટ્રર વરૂણ ધવનની ફિલ્મ 'જુડવા 2'ના ગીત આ તો સહી...પર ડાન્સ કરી રહ્યો્ છે. ફિલ્મના ગીતમાં વરૂણ હિરોઇનો જેકલીન તેમજ તાપસી પન્નુ ડાન્સ અને રોમાન્સ કરતો જોવા મળે છે. 



હાલમાં ટાઇગર 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં તેણે શૂટિંગ વખતે સ્ટન્ટનો વીડિયો શેયર કર્યો છે.