Video : અજય દેવગનનો 7 વર્ષનો દીકરો સુપરફિટ, ટાઇગર શ્રોફને પણ પાડી દે ઝાંખો
હાલમાં યુગનો જિમમાં પ્રેકટિસ કરતો વીડિયો વાઇરલ બન્યો છે
નવી દિલ્હી : ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટનેસ ચેલેન્જ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. અનેક રાજનેતા, એક્ટર્સ તેમજ ખેલાડી પોતાની ફિટનેસનો વીડિયો શેયર કરી રહ્યા છે. આ પરંપરામાં એક્ટર અજય દેવગને પોતાનો નહીં પણ પોતાના દીકરા યુગનો વીડિયો શેયર કર્યો છે જેમાં તે જિમ પ્રેકટિસથી લઈને ગુલાંટો મારતા દેખાઈ રહ્યો છે.
તુતીકોરીન : સ્ટરલાઇટ ફેક્ટરી થશે બંધ, જશે 50,000 નોકરી
અજય-કાજોલનો દીકરો યુગ માત્ર 7 વર્ષનો છે અને ફિટનેસ પર જબરદસ્ત કામ કરી રહ્યો છે. આ વીડિયોમાં યુગ સામે સુપરફિટ ગણાતો ટાઇગર શ્રોફ પણ ઝાંખો પડી જાય છે.
કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દેશમાં ફિટનેસને મહત્વ આપવા માટે અનોખી રીતે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. રાઠોડે કસરત કરતો પોતાનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે ફિલ્મસ્ટાર હૃતિક રોશન, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલને ચેલેન્જ કરતા આ પ્રોજેક્ટમાં સામેલ થવાની અપીલ કરી હતી. આ અપીલ પછી અનેક સેલિબ્રિટી આ ચેલેન્જનો હિસ્સો બની ચૂક્યા છે.