નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના સિતારા આજકાલ બુલંદી પર છે. ક્રિકેટ જગતમાં વિરાટે ખુબ સફળતા મેળવી છે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તે ખુબ જાણીતો છે. બીજી બાજુ બોલિવૂડ જગતમાં દીપિકા પાદૂકોણ એક ખુબ જ સફળ અભિનેત્રી ગણાય છે. ફિલ્મમાં દીપિકા હોય એટલે તેના સફળ થવાના પૂરેપૂરા ચાન્સિસ એવું કહીએ તો ખોટુ નથી. એવું પણ કહેવાય છે કે હાલ દીપિકા અનેક હીરો કરતા પણ વધારે ફી ચાર્જ કરે છે. એવામાં જો દીપિકા અને વિરાટ કોઈ જાહેરાતમાં સાથે જોવા મળે તો તે કોઈ પણ બ્રાન્ડ માટે જબરદસ્ત કહી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ અને દીપિકા એક સાથે જાહેરાતમાં આવવાના હતાં પરંતુ તે શક્ય બન્યું નહીં. આ જાહેરાત આઈપીએલની સિઝન માટે બનાવવામાં આવનારી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દીપિકા પાદૂકોણ સાથે જાહેરાત કરવાની ના પાડી દીધી. એક વેબસાઈટના ઈનસાઈડ સ્પોર્ટ્સ મુજબ વિરાટના આ નિર્ણયથી આઈપીએલમાં તેમની ટીમ આરસીબીની 11 કરોડ રૂપિયાની ડીલ થઈ શકી નહીં.


શમી પછી હવે ટીમ ઈન્ડિયાનો 'આ' ક્રિકેટર મુશ્કેલીમાં ફસાયો, કોર્ટનો FIR દાખલ કરવાનો આદેશ


વિરાટ અને દીપિકાની સાથે જાહેરાત ગો આઈબીબો કંપની કરવા માંગતી હતી. તેની આરસીબી સાથે વાતચીત લગભગ નક્કી જ હતી. પરંતુ અંતમાં વિરાટે આ જાહેરાત કરવાની ના પાડી દીધી. આરસીબી સાથે જોડાયેલા એક વિશ્વસનીય સૂત્રએ ડીલ કેન્સલ થવાની પુષ્ટિ કરી છે. જો કે તેનું કહેવું છે કે તેમાં વિરાટ કારણ નથી. અમે વધુ સારી ડીલના ઈન્તેજારમાં છીએ. આથી અમે તેમાં આગળ ન વધવાનું નક્કી કર્યું.


શમીને મોટી રાહત: BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ કર્યો


હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે વિરાટ કોહલીએ દીપિકા સાથે એડ કરવાની ના કેમ પાડી? અહીં મામલો કોઈની સ્ટાર વેલ્યુનો નથી. આઈપીએલમાં ક્રેકેટર અને ફ્રેન્ચાઈઝી વચ્ચે એક કરાર મુજબ ખેલાડીએ પોતાની ટીમની જાહેરાતની એક્ટિવિટિઝમાં સામેલ થવું પડે છે. વિરાટની ટીમ આરસીબીએ પોતાની ટીમની એક્ટિવિટિઝ માટે ટ્રાવેલ કંપની ગોઆઈબીબો સાથે 11 કરોડ રૂપિયાની ડીલ કરી હતી.



ગોઆઈબીબો આ વખતની આઈપીએલ સિઝન માટે વિરાટ સાથે એક એડ બનાવવા માંગતી હતી. તેણે આ એડમાં પોતાની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદૂકોણને પણ સામેલ કરી. કંપનીએ દીપિકાને ગત વર્ષે જ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ત્યારબાદ વિરાટે આ એડને કરવાની ના પાડી દીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરાટનું માનવું હતું કે જો કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર તેમાં સામેલ થશે, તો તે RCBની જાહેરાત ન રહેતા કંપનીની જાહેરાત થઈ જશે. ત્યારબાદ આ જાહેરાત અંજામ સુધી ન પહોંચી.