નવી દિલ્હી: 'ધ કાશ્મીર ફાઈલ્સ'ની સફળતા બાદ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ 5 બાળકોનું ભાગ્ય ખુલી જશે. ખાસ વાત એ છે કે જાહેરાત નિર્દેશકે હાલમાં જ યોજાયેલા એક ફિલ્મોત્સવમાં કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યુનિવર્સિટીમાં પત્ની સાથે પહોંચ્યા વિવેક
'ધ કાશ્મીર ફાઈલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પત્ની અને જાણીતી એક્ટ્રેસ પલ્લવી જોશી સાથે ભોપાલના માખનલાલ ચતુર્વેદી વિશ્વવિદ્યાલય પહોંચ્યા હતા. આ બંને સ્ટાર આ વિશ્વવિદ્યાલયમાં આયોજિત ફિલ્મોત્સવમાં સામેલ થયા હતા.


વિદ્યાર્થીઓને આપશે 15 લાખ રૂપિયા
આ ફિલ્મોત્સવમાં પહોંચ્યા બાદ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ બાળકોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે વિશ્વવિદ્યાલયમાં ફિલ્મ અધ્યયન માટે 5 વિદ્યાર્થીઓને 50 હજાર રૂપિયાની સ્કોલરશિપ આપશે. કુલ મળીને 15 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.


ફિલ્મોમાં કામ કરવાની પણ મળશે તક
વિવેક અગ્નિહોત્રીએ વધુમાં કહ્યું- તેને લઇને કુલપતિ એક ખાસ કમિટિની રચના કરશે. આ કમિટિ સ્કોલરશિપ માટે કુશળ વિદ્યાર્થીઓની પસંદગી કરશે. આ સાથે જ આ ફિલ્મોત્સવમાં પલ્લવી જોશીએ જાહેરાત કરી કે તે આ વિદ્યાર્થીઓને આવનારી ફિલ્મોમાં કામ કરવાની તક આપશે.


ફિલ્મની આવક પર વિવેકનું રિએક્શન
આ પહેલા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ની આવકને લઇને પોતાનું રિએક્શન આપ્યું હતું. હાલમાં જ વિવેક અગ્નિહોત્રી મુંબઇમાં એક સલૂન બહાર સ્પોટ થયા હતા. તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, વિવેક પાપારાઝીની સામે ફોટો ક્લિક કરાવી રહ્યા છે અને પછી પોતાની કાર તરફ જવા લાગે છે, ત્યારે ફોટોગ્રાફર્સ તેમની ફિલ્મની ખુબ જ પ્રશંસા કરે છે.


'પૈસાની વાત નથી'
ફોટોગ્રાફર્સે કહ્યું કે, ઘણી સારી મૂવી છે સર. તેમણે ફિલ્મની સક્સેસ માટે વિવેકને શુભેચ્છાઓ પાઠવી હતી. એક ફોટોગ્રાફરે કહ્યું- સર તમારી ફિલ્મે 200 કરોડ કમાયા છે. તેના પર વિવેક કહે છે. યાર પૈસાની વાત નથી... લોકોના દિલ જોડાઈ ગયા... આ મોટી વાત છે અને બીજું શું જોઇએ, બધા ભેગામળીને રહે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube