નવી દિલ્હી: દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધૂમ મચાવી રહી છે. દિન પ્રતિદિન તેની કમાણી વધી રહી છે. દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ મૂવી ખુબ જ ઝડપથી 8માં દિવસે જ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. બીજા અઠવાડિયાના શુક્રવાર સુધી તેણે 116.45 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. હવે તેની સફળતા જોઈને મેકર્સે ધ કાશ્મીર ફાઈલ્સને પેન ઈન્ડિયા મૂવી બનાવવાનો નિર્ણય લીધો છે જેનાથી તેની કમાણીમાં ખુબ વધારો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભાષાઓમાં ડબ થશે ફિલ્મ
બોલીવુડ હંગામાના રિપોર્ટ મુજબ ધ કાશ્મીર ફાઈલ્સને ચાર દક્ષિણી ભાષાઓમાં ડબ કરાશે તથા અલગ અલગ રાજ્યોમાં દેખાડવામાં આવશે. હાલ આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થઈ છે પરંતુ હવે તેને તમિલ, તેલુગુ, મલિયાલમ અને કન્નડ ભાષાઓમાં ડબ કરવામાં આવશે. 


વર્ષની બીજી મોટી ફિલ્મ બની ધ કાશ્મીર ફાઈલ્સ
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી બીજી મોટી ફિલ્મ બની ગઈ છે. પહેલા નંબર પર આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી છે. જેણે અત્યાર સુધીમાં 126 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે. જે પ્રકારે ધ કાશ્મીર ફાઈલ્સ કમાણી કરી રહી છે તેનાથી એવું લાગે છે કે તે બહુ જલદી ગંગુબાઈ કાઠિયાવાડીને પાછળ છોડી દેશે. તરણ આદર્શે પોતાની એક ટ્વીટમાં લખ્યું છે કે ધ કાશ્મીર ફાઈલ્સ  બીજા અઠવાડિયામાં 150 કરોડનો આંકડો પાર કરી નાખશે. 


ફિલ્મમાં કાશ્મીરી પંડિતોનું દર્દ વર્ણવ્યું છે
દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીરી પંડિતોની દુર્દશા દેખાડવામાં આવી છે. કેવી રીતે તેઓ 90ના દાયકામાં કાશ્મીરમાંથી પલાયન કરવા માટે મજબૂર થયા હતા. આ મૂવીમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શનકુમારે લીડ ભૂમિકાઓ ભઝવી છે. ફિલ્મના તમામ કલાકારોના અભિનયના ખુબ વખાણ થઈ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube