Vivek Oberoi એ વેલેન્ટાઈન ડે પર શેર કરેલો વીડિયો તેના માટે જ બન્યો મુસીબત!, જાણો મુંબઈ પોલીસ વિશે શું કહ્યું?
અભિનેતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi) હેલ્મેટ અને માસ્ક વગર બાઈક રાઈડ કરવાના કારણે લગાવવામાં આવેલા ફાઈન પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈ પોલીસે તેના પર નિયમોના ધજાગરા ઉડાવવા બદલ 500 રૂપિયા દંડ ફટકાર્યો.
નવી દિલ્હી: અભિનેતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi) હેલ્મેટ અને માસ્ક વગર બાઈક રાઈડ કરવાના કારણે લગાવવામાં આવેલા ફાઈન પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈ પોલીસે તેના પર નિયમોના ધજાગરા ઉડાવવા બદલ 500 રૂપિયા દંડ ફટકાર્યો. વાત જાણે એમ છે કે અભિનેતા વેલેન્ટાઈન ડેના દિવસે નવી હાર્લી ડેવિડસન બાઈક પર પત્ની પ્રિયંકા સાથે રાઈડિંગની મજા માણી રહ્યો હતો.
જાણો શું કહ્યું વિવેકે
પોતાની ભૂલનો અહેસાસ થતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi) મુંબઈ પોલીસને ટ્વીટ કરીને કહ્યું કે પ્રેમ અમને કયા વળાંક પર લઈ આવ્યો! હું અને મારી જાન નીકળ્યા હતાં નવી બાઈક પર, હેલ્મેટ વગર કપાઈ ગયું ચલણ. હેલ્મેટ વગર બાઈક ચલાવશો? મુંબઈ પોલીસ તમને પકડી લેશે! આભાર મુંબઈ પોલીસ મને એ અહેસાસ કરાવવા માટે કે સુરક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. સુરક્ષિત રહો, હેલ્મેટ અને માસ્ક પહેરો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube