નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મનું બીજી ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ના આ નવા ટ્રેલરમાં પીએમને ગુજરાતના મુખ્યપ્રધાન રહેતા કરેલા કામને દેખાડવામાં આવી રહ્યાં છે. કેમ પીએમ આરએસએસમાં જોડાયા અને પછી તે દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યા અને ગુજરાતના સીએમ પદે રહેતા શાનદાર કામ કર્યું. મહત્વનું છે કે ઘણા વિવાદો બાદ ફિલ્મને 24 મેએ રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં પીએમ મોદીના રોલમાં વિવેક ઓબેરોય જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મના ટ્રેલરને આજે ડાયરેક્ટર ઓમંગ કુમાર અને પ્રોડ્યૂસર સંદીપ કુમારે પોતાના ટ્વીટર પર શેર કર્યું છે. આ સાતે યૂટયૂબ પર ફિલ્મના ટ્રેલરને 5 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. 



શુક્રવારે રિલીઝ થવા જઈ રહેલી વિકેટ ઓબેરોયની આ ફિલ્મનું સોમવારે એક પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું જેમાં પીએમ મોદી શંખનાદ કરતા જોવા મળી રહ્યાં છે. 



મહત્વનું છે કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે પીએમ નદેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે. તો અમિત શાહની ભૂમિકામાં અભિનેતા મનોજ જોશી જોવા મળશે. આ સાથે દર્શન કુમાર, બોમન ઈરાની, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તક, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત આર સલૂજા મુખ્ય ભૂમિકામાં છે. સુરેશ ઓબેરાય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ પણ ફિલ્મ નિર્માતાઓમાં છે.