નવી દિલ્હી : 'પીએમ નરેન્દ્ર મોદી' બાયોપિકના નિર્માતાઓ દ્વારા ચૂંટણીના નિયમોના ઉલ્લંઘનના વિવાદ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા વિવેક ઓબેરોયે નિવેદન આપતા કહ્યું છે કે ભારે વિરોધના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ તેને રોકી નહીં શકે. બાયોપિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કરી રહેલા વિવેકે ટ્વિટર પર ફિલ્મની રિલીઝ વિશે વાત કરતો એક વીડિયો શેયર કર્યો છે. તેણે કહ્યું છે કે અમે આ ફિલ્મ બહુ ભારે મહેનત પછી બનાવી છે. અમે આ ફિલ્મ પાંચમી એપ્રિલે રિલીઝ કરવાના હતા પણ એ શક્ય ન બન્યું. હવે અમે 11 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ કરીશું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...